અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બાધવા તૈયાર રહેજો: દેવાયત ખવડે ડાયરાના આયોજકને આપી ખુલ્લી ચેલેન્જ, ટેલીફોનિક વાતચીત લીક થઈ

Text To Speech

અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2025: લોક સાહિત્ય અને ગુજરાતના ફેમસ કલાકાર દેવાયત ખવડની કાર પર થયેલા હુમલાનો મામલો ચર્ચાએ ચડ્યો છે. આ ઘટનાને લઈને દેવાયત ખવડ અને ડાયરાના આયોજક ભગવત સિંહ ચૌહાણ વચ્ચે થેયલી ફોન પરની વાતચીતનો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ક્લિપમાં દેવાયત ખવડ આયોજકોને ચેલેન્જ આપતા જોઈ શકાય છે. જો કે આ ઓડિયો-વીડિયોની અમે પુષ્ટિ કરતા નથી.

વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડ ગુસ્સામાં કહી રહ્યા છે કે મારે બાધવાનું છે, તમે તૈયાર રહેજો. મારી ગાડી ભલે પડી, આપણે હવે લડી લઈશું, તમે તૈયાર રહેજો. વધુમાં તેઓ કહે છે કે, તમે કાયદેસર મારી આબરુમાં હાથ નાખ્યો છે. મેં સંબંધમાં ડાયરાની હા પાડી હતી.હું બોલ બચ્ચન નથી. દેવાયત ખવડ ઓડિયો ક્લિપમાં એવો પણ આક્ષેપ કરે છે કે 111 નંબરની સ્કોર્પિયો લઈને ધ્રુવરાજ સિંહ આવ્યો અને મારી ગાડીનો કાચ તોડી નાખ્યો. પોતાની ઓળખ આપતા દેવાયત ખવડ કહે છે કે, હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર છું અને ભારપૂર્વક જણાવે છે કે, તેઓ ખાલી એક કલાક મોડા પડ્યા હતા.

તો વળી સામે પક્ષે ડાયરાના આયોજક ભગવત સિંહ ચૌહાણ પણ ઓડિયો ક્લિપમાં પોતાની વાત રજૂ કરતા સંભળાય છે. તેઓ દેવાયતને પૂછે છે કે, અમે તમને કેટલા કોલ કર્યા, જેના જવાબમાં દેવાયત કહે છે કે, મેઘરાજ સિંહનો કોલ આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે, હું અસલાલી પહોંચ્યો છું, અંતે ભગવત સિંહ દેવાયતને સીધો સવાલ કરે છે, હવે તમારે શું કરવાનું છે એ જણાવો. જેના જવાબમાં પ્રતિભાવમાં દેવાયત ખવડ ફરીથી પડકાર ફેંકતા કહે છે કે મારે બાધવાનું છે, તમે તૈયાર રહેજો.

આ પણ વાંચો: ઘરના મેડને સાચવો ભલે, પરંતુ તેની સાથે આ વાતો શેર ન કરો

Back to top button