ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓડિશામાં વરસાદથી તબાહી, વીજળી પડતા 10ના મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

Text To Speech
  • ઓડિશાના 6 જિલ્લામાં વરસાદથી તબાહી
  • વીજળી પડતા 10ના મોત
  • ભૂસ્ખલનમાં અનેક મકાનો ધરાશાયી

આ વખતે મોટાભાગના રાજ્યોમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. દેશના વિવિધ રાજ્યોમાં પૂર અને વરસાદને કારણે તબાહી જેવી સ્થિતિ છે. ખરાબ હવામાનની સૌથી ખરાબ અસર હિમાચલમાં જોવા મળી હતી જ્યાં ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા હતા અને ઘણા મકાનો પડી ગયા હતા. ઓડિશામાં પણ ખરાબ હવામાનને કારણે શનિવારે સ્થિતિ વધુ વણસી હતી. વીજળી પડવાથી અહીં 10 લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,ભારે વરસાદના કારણે કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિવાય ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ છે. છેલ્લા બે દિવસથી ઓડિશામાં ખરાબ હવામાન જોવા મળી રહ્યું છે. રાજ્યના વિશેષ રાહત કમિશનર સ્પેશિયલ રિલીફ કમિશનરે જણાવ્યું હતું કે, ગઈકાલના રોજ ઓડિશાના છ જિલ્લામાં વીજળી પડવાથી ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. ખરાબ હવામાનથી હિમાચલ સૌથી વધુ પ્રભાવિત થયું હતું જ્યાં ઘણા લોકોના મોત થયા હતા, જ્યારે ભૂસ્ખલનને કારણે ઘણા મકાનો ધરાશાયી થયા હતા.

આ પહેલા પણ ઓડિશામાં વીજળી પડવાથી કેટલાક લોકોના મોત
ટ્વિટર પર માહિતી શેર કરતા કમિશનરે લખ્યું, “2 સપ્ટેમ્બરે વીજળી પડવાને કારણે 6 જિલ્લામાં 10 લોકોના મોત થયા છે અને 3 ઘાયલ થયા છે”. આ પહેલા પણ ઓડિશામાં વીજળી પડવાથી કેટલાક લોકોના મોત થયા હતા. મે મહિનામાં, નયાગઢ જિલ્લામાં સરનાકુલા પોલીસ સીમા હેઠળ જુદા જુદા સ્થળોએ વીજળી પડતાં એક મહિલા સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

6 જિલ્લામાં વીજળી પડી, 10 લોકોના મોત
રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા સ્પેશિયલ રિલીફ કમિશનરે આ દુર્ઘટના વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, વીજળી પડવાથી ખોરધામાં ચાર લોકોના દુઃખદ મોત થયા છે. બોલાંગરીમાં બે, અંગુલ જિલ્લામાં એક, બૌધમાં એક, જગતસિંહપુરમાં એક અને ઢેંકનાલમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો : હિમાચલમાં 24 કલાકમાં વરસાદી ભૂસ્ખલનથી 60ના મોત, બુધવારે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે 

Back to top button