ચેમ્પિયન્સ ટ્રોફી જીતી જતાં રસ્તા પર નીકળી હોબાળો કરનારા યુવાનોની સાન ઠેકાણે લાવી, માથે મુંડન કરાવી સરઘસ કાઢ્યું


દેવાસ, 11 માર્ચ 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ ભારતે પોતાના નામે કર્યો છે. ભારતની આ જીતની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. ભારતની જીત બાદ રવિવાર રાતે મધ્ય પ્રદેશના દેવાસ શહેરના એબી રોડ પર આવેલા સયાજી દ્વાર પર ભારે ભીડ જમા થઈ ગઓઈ હતી. જીતની ખુશીમાં ઉત્સાહિત લોકો બોમ્બ અને ફટાકડા ફોડવા લાગ્યા હતા. તેનાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો. કેટલાય વાહનચાલકોને માંડ માંડ બચી શક્યા હતા.
ત્યાર બાદ ઘટનાસ્થળ પર રહેલી સિટી કોતવાલી ટીઆઈ અજય સિંહ ગુર્જરે લાપરવાહીથી આમતેમ એકબીજા પર ફટાકડા ફેંકી રહેલા યુવાનોને સમજાવવાની કોશિશ કરી, તો નારાજ યુવકોએ ટીઆઈ સાથે અભદ્રતા કરી. યુવકોએ પોલીસ વાહનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો. ટીઆઈએ માંડ માંડ પોતાનું વાહન ઉગ્ર ભીડમાંથી બહાર કાઢી શક્યા. આ દરમ્યાન એક પોલીસકર્મીએ એક નિર્દોષ દુકાનદાર સાથે મારપીટ કરી હતી.
મુંડન કરાવી એમજી રોડ પર ઝુલૂસ કાઢ્યું
રવિવાર રાતે પોલીસ સાથે મારપીટથી ઘાયલ થયેલા એક યુવકે પરિવારે સોમવારે એસપી પુનીત ગહલોતને આવેદન આપીને કાર્યવાહીની માગ કરી હતી. મારપીટના સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા હતા. સોમવારે પોલીસે જીતના જશ્ન માટે હોબાળો કરી રહેલા યુવકોના વીડિયો જોઈ ચિન્હીત કર્યા હતા. તમામની ધરપકડ કરી તેમની સાથે પૂછપરછ થઈ અને મોડી સાંજે મુંડન કરાવી એમજી રોડ પર સરઘસ કાઢ્યું હતું. સરઘસ દરમ્યાન આ યુવાનો પોતાના ચહેરા છુપાવતા જોવા મળ્યા હતા.
10 લોકો સામે કેસ નોંધાયો
સીએસપી દિશા અગ્રવાલના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે શહેરના મધ્યમાં આવેલા સયાજી ગેટ પર કેટલાક અસામાજિક તત્વોએ વાતાવરણ બગાડ્યું હતું. વીડિયોના આધારે, 10 લોકોની ઓળખ કરવામાં આવી હતી અને તેમની સામે શાંતિ ભંગ કરવા સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ફૂટેજમાં દેખાતા અન્ય લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તે જ સમયે, ચોપાટી પર મોમોસ દુકાનદાર અખિલેશ યાદવ પર હુમલાના કેસમાં કોન્સ્ટેબલ મન્નુલાલ વર્માને લાઇન હાજર કરવામાં આવ્યા છે. લડાઈમાં ઘાયલ થયેલા યુવકને ઇન્દોર રિફર કરવામાં આવ્યો છે. તેમની હાલત સ્થિર છે. આ સમગ્ર ઘટના પર સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે.
આ પણ વાંચો: રેલવે ટ્રેક પર એમ્બ્યુલન્સ ફસાઈ, તે જ સમયે અચાનક ટ્રેન આવી ગઈ, 100 મીટર સુધી ઢસડી