ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતમાં ડીજે પર ડાંસ કરવાને લઈ વિવાદમાં યુવકની કરપીણ હત્યા

Text To Speech

સુરત, તા. 12 માર્ચ, 2025: સુરત ક્રાઈમ સિટી બની રહ્યું હોય તેમ લાગે છે. શહેરમાં હત્યાનો સિલસિલો લગભગ રોજિંદો ક્રમ બની ગયો છે. સુરત જિલ્લામાં એક લગ્ન સમારોહમાં ડીજે પર નાચવાને લઈ થયેલા વિવાદમાં 26 વર્ષીય યુવકની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટના પલસાણા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા જોલવા ગામમાં બની હતી. ડાંસ કરતી વખતે વિવાદ થતાં ત્રણથી ચાર લોકો ચપ્પુ લઈને તૂટી પડ્યા હતા. જેમાં યુવકનું મૃત્યુ થયું હતું.

રવિને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઘટના બાદ લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. હત્યાની માહિતી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. મૃતકના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

સુરત રૂરલ પોલીસના ડીવાયએસપી એચએલ રાઠોડે જણાવ્યું કે, મૃતક યુવક તેના મિત્રના ભાઈના લગ્નમાં આવ્યો હતો. ડીજે પર નાચવા દરમિયાન ઝઘડો થયો હતો. લગ્નમાંથી બહાર નીકળીને રામેશ્વર મંદિર પાસે ચોકમાં ફરી રકઝક થઈ હતી. જ્યાં ત્રણથી ચાર યુવકોએ તેના પર ચપ્પુથી હુમલો કર્યો હતો. પોલીસે ત્રણ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્યની શોધખોળ શરૂ છે.

મૃતકનો ગુનાહિત રેકોર્ડ હતો અને દારૂનો ગેરકાયદે ધંધો કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે પોલીસે આની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચોઃ વારસાઈ કામગીરી માટે 8000ની લાંચ માંગતો તલાટી મંત્રી સહિત 3 ઝડપાયા

Back to top button