સુંદર પિચાઈએ પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયાના વખાણ કર્યા, ગુજરાત માટે ગૂગલની મોટી યોજના


HD ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-23 જૂન દરમિયાન અમેરિકાની ત્રણ દિવસીય રાજ્ય મુલાકાતે હતા. આ દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઉપપ્રમુખ કમલા હેરિસ અને અન્ય અગ્રણી નેતાઓ તેમજ અગ્રણી અમેરિકન કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. જેમાં ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈનો સમાવેશ થાય છે. પીએમ મોદીને મળ્યા બાદ પિચાઈએ કંપની વતી મોટી જાહેરાત કરી છે.
ગુજરાતમાં ગુગલઃ ગૂગલના સીઇઓએ જણાવ્યું કે કંપની ગુજરાતમાં તેનું ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલશે. આ સાથે સુંદર પિચાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમની પણ પ્રશંસા કરી હતી . પિચાઈએ કહ્યું કે, PM મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે. અમે વડા પ્રધાનને કહ્યું કે Google ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. અમે ગુજરાત ઇન્ટરનેશનલ ફિન-ટેક (ગિફ્ટ) સિટી, ગુજરાતમાં અમારા ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટરની શરૂઆતની જાહેરાત કરી રહ્યા છીએ.”