અમેરિકામાં ઈઝરાયેલનો વિરોધ કરનારા 550 વિદ્યાર્થીઓની અટકાયત
- કેમ્પસમાં ઊભા કરાયેલા તંબુઓ હટાવવા માટે ચેતવણી આપી
- અમેરિકન પોલીસે મહિલા પ્રોફેસરને જમીન પર પછાડી
અમેરિકા, 27 એપ્રિલ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. બીજી તરફ અમેરિકામાં ઈઝરાયેલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં પોલીસ કાર્યવાહી છતાં ઇઝરાયલ વિરૂદ્ધ દેખાવો અટકી રહ્યા નથી. દેશભરમાં અત્યાર સુધીમાં 550 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઈઝરાયેલનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવા માટે ટેઝર ગન અને કેમિકલનો ઉપયોગ શરૂ કર્યો છે.
કોલંબિયા યુનિવર્સિટીના પ્રમુખે શું કહ્યું?
કોલંબિયા યુનિવર્સિટીના પ્રમુખ નેમત મિનોશે શફીકે યુનિવર્સિટી કેમ્પસમાં ઊભા કરાયેલા તંબુઓ હટાવવા માટે વિરોધીઓને ચેતવણી આપી છે. આ ટેન્ટમાં લગભગ 200 વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ છે. મિનોશ પર વિરોધને દબાવવાનો અને પોલીસને યુનિવર્સિટીમાં બોલાવીને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાના લોકોના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
અમેરિકન પોલીસે મહિલા પ્રોફેસરને જમીન પર પછાડી
વિરોધ પ્રદર્શન દરમિયાન, એટલાન્ટાની એમોરી યુનિવર્સિટીના એક પોલીસકર્મીએ વિરોધ કરી રહેલા પ્રોફેસરને જમીન પર પછાડીને ધરપકડ કરી હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. પ્રોફેસરની ઓળખ કેરોલિન ફોહલિન તરીકે થઈ છે. કેરોલિનને જમીન પર પછાડીને હાથકડી લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
ઝાયોનિસ્ટોને જીવવાનો અધિકાર નથી
અમેરિકામાં વિરોધ પ્રદર્શન વચ્ચે કોલંબિયા યુનિવર્સિટીએ વિદ્યાર્થી નેતા ખ્યામાની જેમ્સને નિષ્કાસિત કર્યા છે. તેમણે જાન્યુઆરીમાં એક વિરોધ દરમિયાન કહ્યું હતું કે ઝિઓનિસ્ટોને જીવવાનો અધિકાર ન હોવો જોઈએ. તેમને મારી નાખવા જોઈએ. ઝિઓનિસ્ટ તે લોકો છે જેમણે પેલેસ્ટાઇનમાં ઇઝરાયેલની સ્થાપના માટે અભિયાન શરૂ કર્યું હતું. ઝાયોનિસ્ટ માને છે કે પેલેસ્ટાઈન પર યહૂદીઓનું નિયંત્રણ છે.
આ પણ વાંચો.. ‘દિલ હૈ હિન્દુસ્તાની’ પાકિસ્તાની છોકરી આયેશામાં ધડક્યું ભારતીય હ્રદય