ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતમાં દિવાળી દરમિયાન એક જ દિવસમાં 257 ઈમરજન્સી કેસ નોંધાયા

Text To Speech

દિવાળી પર્વ દરમ્યાન ગુજરાતમાં 46 લોકો દાઝ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. તેમજ તહેવારના ચાર દિવસ દરમિયાન 914 લોકો માર્ગ અકસ્માતોનો ભોગ બન્યા છે. તેમજ દિવાળીના દિવસે જ સૌથી વધુ ઈમાર્જન્સીની સંખ્યા 257 હતી.

દિવાળીના દિવસે જ સૌથી વધુ ઈમરજન્સી કેંસ

મળતી માહિતી મુજબ દિવાળી ના તહેવાર ના સમયે ઈમરજન્સીની  ઘટના બનતી હોય છે  ત્યારે આ વખતે ઇમરજન્સી સર્વિસ 108 ને ગુજરાતમાં આવતા તાત્કાલિક કેસોના કારણે સજજ કરવામાં આવી હતી ત્યારે દિવાળીના 03 દિવસ દરમિયાન સરેરાશ 246 જેટલા કેમ એક દિવસમાં નોંધાયા હતા જેમાંથી માત્ર દિવાળીના દિવસે જ સૌથી વધુ ઈમાર્જન્સીની સંખ્યા 257 હતી.

ભાઈબીજના દિવસે કેસોની સંખ્યામાં વધારો

દરમિયાન 108 ઈમરજન્સી ઓપરેશનના આગોતરા આયોજન થકી આપાતકાલીન સ્થિતિઓને સુચારૂ અને સરળ પ્રતિસાદ આપવામાં 108 ઇમરજન્સી સેવા સક્ષમ રહી છે. જો કે દિવાળીના પર્વ દરમિયાન સામાન્ય દિવસોની તુલનામાં આપાતકાલીન સ્થિતિઓમાં વધારો પણ જોવા મળ્યો હતો. દિવાળી પર્વ પર(24મી ઓક્ટોબર), દિવાળીના આગલા દિવસે (25 મી ઑક્ટોબર) અને નવા વર્ષ (26મી ઑક્ટોબર) અને ભાઈ બીજના દિવસે ઈમરજન્સીમાં અનુક્રમે, 4.26%, 5.81% અને 17.03% જેટલો વધારો નોંધાયો છે.

3 દિવસ દરમિયાન કુલ 734 જેટલા સરેરાશ કેંસ નોંધાયા

રોડ અકસ્માતો (ટ્રોમા વ્હીક્યુલર), નોન-વ્હીકલ ટ્રોમા કેસો જેમ કે શારીરિક હુમલો અને બળી જવાના (Burns) ઈમરજન્સી કેસોમાં એકંદરે વધારો થવા પામ્યો છે. જ્યારે નવા વર્ષ/ભાઈ બીજ (26 ઑક્ટોબર)ના રોજ સૌથી વધુ માર્ગ અકસ્માતો નોંધાયેલ હતા. જે સામાન્ય દિવસોના કેસો 424 ની તુલનામાં 914 જેટલા વધારે હતા. આમ નોંધપાત્ર રીતે સામાન્ય દિવસો કરતાં 115.57% જેટલા ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળેલ હતો, અને દિવાળીના 3 દિવસ દરમિયાન કુલ 734 જેટલા રોજના સરેરાશ માર્ગ અકસ્માતો નોંધાયેલ હતા. માર્ગ અકસ્માતોમાં મુખ્યત્વે 82% ટુ-વ્હીલરના અકસ્માતો છે.

આ પણ વાંચો: ગુજરાતને ફરી મોટો પ્રોજેક્ટ મળ્યો, ટાટા અને એરબસ કરશે 22 હજાર કરોડનું રોકાણ

Back to top button