ઉત્તર ગુજરાતગુજરાત

નશાનો નાશ : અમીરગઢ પોલીસે 2.35 કરોડનો પાંચ હજાર બોટલ દારૂ પર ફેરવ્યું બુલડોઝર

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ દ્વારા ગુજરાતમાં પ્રવેશતા પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અમીરગઢ હાઇવે પર સેલટેકસ ઓફિસ પાસે પાંચ હજાર પેટી જેની કિંમત 2.35 કરોડનો દારૂનો બુલડોઝર ફેરવી નાસ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠાની રાજસ્થાન સરહદ પર આવેલા પોલીસ ચેકપોસ્ટમાંથી અતિસંવેદનશીલ ગણાતી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી અલગ – અલગ ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

અમીરગઢ ચેકપોસ્ટના રસ્તેથી અવાર નવાર રાજ્સ્થાનના રસ્તેથી ગુજરાતમાં લઈ જવાતા વિદેશી દારૂ ને પકડીને કાર્યવાહી કરવામાં આવે છે જે વિદેશી દારૂ ઘણા સમયથી પડ્યો હોઈ પોલીસ દ્વારા તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુરના જોરાવર પેલેસમાં આવતા સરકારી કર્મચારીને હેલ્મેટ વગર નો એન્ટ્રી

Back to top button