ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર મેળવ્યા બાદ કોંગ્રેસ લોકસભા પહેલા ફરીથી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. જગદીશ ઠાકોરના નેતૃત્વમાં ચૂંટણી લડનારી કોંગ્રેસે અત્યાર સુધીની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુજરાત કોંગ્રેસની જવાબદારી શક્તિસિંહ ગોહિલને સોંપી છે. તેમ છતા ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અડકી રહ્યો નથી. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસનાં સિનિયર નેતાઓથી નારાજ હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ કરી નારાજગી દર્શાવી છે.
પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વ્યક્ત કરી નારાજગી
ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલને સોંપાતા નવાજૂનીના ભણકારા વાગી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં જુસ્સો ભરવા કવાયાત હાથ ધરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દિલ્લી પહોચ્યા છે. ત્યારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખતમ થઈ રહ્યો નથી. ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસના સંગઠનથી ફરી એક વખત નારાજગી દર્શાવી છે.
विधायक इमरान खेडावाला और सीनियर पूर्व विधायक गयासुद्दीन शेख आपसे निवेदन करते है
ऐसा महसूस हो रहाहे गुजरात कांग्रेस ने इतिहास की सबसे बुरी हार के बावजूद कुछ सबक नहीं सिखा ? @kharge @RahulGandhi @priyankagandhi @kcvenugopalmp @shaktisinhgohil
1/2 pic.twitter.com/3GotzTxlDU— Gyasuddin Shaikh (@Gyasuddin_INC) June 22, 2023
સત્ય શોધક સમિતિ પર ગ્યાસુદ્દીન શેખે ઉઠાવ્યા સવાલ
ધારાસભ્યએ ટ્વિટ કરી કહ્યું ‘ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને વરિષ્ઠ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તમને વિનંતી કરે છે ઈતિહાસની સૌથી ખરાબ હાર છતાં ગુજરાત કોંગ્રેસે કોઈ બોધપાઠ નથી લીધો?’ તેમજ હારનું કારણ શોધવાવાળી સત્ય શોધક સમિતિ પર ગ્યાસુદ્દીન શેખે સવાલો ઉઠાવ્યા છે.
बुरी हार की कारणों की तहकीकात करने वाली फैक्ट फाउंडिंग कमिटी ने अपने रिपोर्ट मे यह नहीं कहा के दिन रात काम करनेवालों को भी महत्व दिया जाए ?2/2
— Gyasuddin Shaikh (@Gyasuddin_INC) June 22, 2023
દિવસ-રાત મહેનત કરતા નેતાઓને મહત્વ આપવાની માંગ
ગ્યાસુદ્દીન શેખે મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ટ્વિટમાં ટેગ કરીને દિવસ-રાત મહેનત કરતા નેતાઓને મહત્વ આપવાની માંગ કરી છે. ગ્યાસુદ્દીન શેખે ટ્વિટ કર્યું ” શું ખરાબ હારના કારણોની તપાસ કરનારી ફેક્ટ ફાઉન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટમાં એવું નથી કહ્યું કે જેમણે રાત-દિવસ કામ કર્યું છે તેમને પણ મહત્વ આપવું જોઈએ?”
આ પણ વાંચો : વાવાઝોડા બાદ મોટી આફત માટે તૈયાર રહેજો, અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી