ટ્રેન્ડિંગમનોરંજન

‘મોહબ્બતેં’સમયે પૈસાની તંગી છતા બિગ બીએ લીઘી હતી માત્ર એક રુપિયો ફી

  • અમિતાભ બચ્ચને મોહબ્બતેં માટે માત્ર 1 રૂપિયો ફી લીધી હતી. આ એજ અમિતાભ હતા જેમને સિલસિલા ફિલ્મ માટે મોં માંગ્યા પૈસા મળ્યા હતા

HD ન્યુઝ ડેસ્કઃ નિખિલ અડવાણી કલ હો ના હો, વેદા, ચાંદની ચોક ટુ ચાઈના જેવી ફિલ્મોના નિર્દેશક રહી ચૂક્યા છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવ્યું કે તે ઈન્ડસ્ટ્રીમાં પહેલા અને હવેની સરખામણીમાં શું તફાવત જુએ છે. નિખિલે જણાવ્યું કે અમિતાભ બચ્ચને મોહબ્બતેં માટે માત્ર 1 રૂપિયો ફી લીધી હતી. આ એજ અમિતાભ હતા જેમને સિલસિલા ફિલ્મ માટે મોં માંગ્યા પૈસા મળ્યા હતા.

પહેલા સાદગી હતી

નિખિલ અડવાણીને પૂછવામાં આવ્યું કે પહેલાના સમયમાં અને હવેના સમયમાં શું તફાવત જુએ છે. ત્યારે નિખિલે જવાબ આપ્યો કે, ‘સાદગી. જ્યારે સિલસિલા બની રહી હતી ત્યારે યશ ચોપરાએ અમિતાભ બચ્ચનને પૂછ્યું કે, તમને આ માટે કેટલી ફી જોઈએ છે? અમિતજીએ કહ્યું કે, મારે ઘર ખરીદવું છે, તો આ વખતે હું તમારી પાસેથી સારી એવી રકમ માંગવા ઈચ્છું છું. યશજીએ કહ્યું ઠીક છે. મોહબ્બતેં દરમિયાન જ્યારે યશજીએ અમિતજીને પૂછ્યું કે તમને કેટલા પૈસા જોઈએ છે? તો તેમણે કહ્યું હતું કે, તે સમયે મેં તમારી પાસેથી જે પણ માંગ્યું તે તમે મને આપ્યું, તો આ વખતે હું 1 રૂપિયામાં ફિલ્મ કરીશ. અમિતજીએ ખરેખર આ ફિલ્મ 1 રૂપિયામાં કરી હતી.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

મોહબ્બતેં ફિલ્મ સમયે પૈસાની તંગી છતા અમિતાભ બચ્ચને લીઘી હતી માત્ર એક રુપિયો ફી hum dekhenge news

પેમ આન્ટી અમારા માટે રસોઈ કરતા 

નિખિલે કહ્યું, ‘ફિલ્મો સંબંધોની તાકાત પર બનતી હતી. હવે તો સંબંધો પણ કેલ્ક્યુલેશન બાદ બંધાય છે. પહેલા બધું એક પરિવારની જેમ હતું. પેમ આન્ટી (પામેલા ચોપરા) અમારા માટે રસોઈ બનાવતા હતા. તેઓ આવતા અને દરેકને પૂછતા કે કોઈને કોઈ વસ્તુની એલર્જી તો નથી ને? તેઓ મેનુ તૈયાર કરતા હતા. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે પણ આવી જ રીતે બની હતી. મોહબ્બતે પણ એ જ રીતે તૈયાર થઈ હતી.

બિગ બીએ મોહબ્બતેંથી કમબેક કર્યું હતું

મોહબ્બતેં ફિલ્મ અમિતાભ બચ્ચનની કરિયરમાં કમબેક સાબિત થઈ હતી. આ ફિલ્મ મળતા પહેલા તેમણે ઘણો ખરાબ સમય જોયો હતો. અમિતાભ બચ્ચને ઘણી વખત કહી ચૂક્યા છે કે તેઓ દરેક જગ્યાએથી નિરાશ થયા પછી મંકી કેપ પહેરીને યશ ચોપરાના ઘરે ગયા અને કામ માંગ્યું હતું અને ત્યારબાદ તેમને મોહબ્બતેંમાં નારાયણ શંકરનો રોલ મળ્યો હતો.

આ પણ વાંચોઃ આ ટોચની ગુજરાતી અભિનેત્રી પણ બંધાશે લગ્નના બંધનમાં, જાણો પૂરી વિગતો

Back to top button