ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ભારતીય ફિનટેક કંપનીઓ દ્વારા ભંડોળ એકત્રીકરણમાં ઘટાડો છતાં અમેરિકા અને બ્રિટન બાદ ત્રીજા ક્રમે છે 

નવી દિલ્હી, 5 જુલાઇ, 2025: ભારતીય ફિનટેક કંપનીઓએ 202માં પ્રથમ છ મહિના (જાન્યુ.થી જૂન)માં 88.9 કરોડ ડોલરનું ભંડોળ એકત્રિત કર્યુ છે, જે 2024માં સમાન ગાળા એકત્રિત કરેલ 93.6 કરોડ ડોલર કરતા પાંચ ટકા અને 2024ના બીજા તબક્કાની તુલનામા 1.2 અબજ ડોલરથી 26 ટકા ઓછુ છે. ટ્રેક્સનના રિપોર્ટ અનુસાર આ ઘટાડો થયો હોવા છતાં ભારતીય ફિનટેક ક્ષેત્ર અમેરિકા અને બ્રિટન બાદ ત્રીજા ક્રમે છે.

ટ્રેક્સનના સહ સ્થાપક નેહા સિંહે જણાવ્યું છે કે ભારતીય ફિનટેક ક્ષેત્રમાં ફંડિંગમાં અસ્થાયી રૂપે ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ પ્રારંભિક સ્તરના રોકાણમાં સ્થિર ગતિ અને હસ્તાંતરણ ગતિવિધિઓમાં વૃદ્ધિનો સંકેત મળી રહ્યો છે કે રોકાણકારોની રુચિ હજુ પણ મજબૂત છે. આ ખાસ કરીને નવીનતા-આધારિત મોડેલોમાં જોવા મળે છે. તેમણે કહ્યું કે, બેંગ્લોરનું વર્ચસ્વ અને ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતી કંપનીઓના સતત ઉદભવથી વૈશ્વિક ફિનટેક ક્ષેત્રમાં ભારતની સ્થિતિ મજબૂત થઈ છે.

પ્રારંભિક તબક્કાના ભંડોળમાં 10% વધારો

રિપોર્ટ મુજબ, 2025ના પ્રથમ છ મહિનામાં સીડ-સ્ટેજ સ્ટાર્ટઅપ્સે 91.2 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા. આ 2024ના પ્રથમ છ મહિનામાં એકત્ર કરાયેલા 137 મિલિયન ડોલર કરતા 33 ટકા ઓછું છે. જોકે, પ્રારંભિક તબક્કાનું ભંડોળ 2024ના બીજા છ મહિનામાં 329 મિલિયન ડોલરથી 10 ટકા વધીને 361 મિલિયન ડોલર થયું છે.

  • લેટ-સ્ટેજ ફંડિંગ 2024ના બીજા છ મહિનામાં 745 મિલિયન ડોલરથી 41 ટકા ઘટીને 437 મિલિયન ડોલર થયું છે. તે પ્રથમ છ મહિનામાં કરતાં 6 ટકા ઓછું છે.

એક્વિઝિશનમાં 11%નો ઉછાળો

રિપોર્ટ મુજબ, 2025ના પ્રથમ છ મહિનામાં 16 એક્વિઝિશન થયા હતા, જે 2024ના સમાન સમયગાળા કરતા 11 ટકા વધુ છે. જોકે, તે 2024ના બીજા છ મહિનામાં કરતાં 17 ટકા ઓછું છે.

આ પણ વાંચોઃ કેરળમાં ફરી નિપાહ વાઈરસની એન્ટ્રીથી હડકંપઃ એક મહિલાનું મૃત્યુ, ત્રણ જિલ્લા હાઇ એલર્ટ જાહેર

Back to top button