ટ્રેન્ડિંગમનોરંજન

નાસ્તિક હોવા છતાં મુસ્લિમ હોવું મજબૂરી, જાવેદ અખ્તરે કહ્યું કેમ બદલી નથી શકતા ધર્મ?

  • એક મુસ્લિમ એક્સટ્રીમિસ્ટે જાવેદ અખ્તરનું નામ અમર રાખી દીધું હતું, તો હિંદુ તેમને જેહાદી કહીને બોલાવે છે. જાવેદ અખ્તરે જણાવ્યું કે તેઓ ઈચ્છવા છતાં પણ પોતાનો ધર્મ કેમ બદલી શકતા નથી?

જાવેદ અખ્તર તમામ તહેવાર ઉજવે છે, પરંતુ કોઈ પણ ધર્મમાં આસ્થા રાખતા નથી. તેઓ ખુદને નાસ્તિક માને છે, તેમનું કહેવું છે કે તેમને હિંદુ અને મુસ્લિમ બંને લોકો ટ્રોલ કરે છે. એટલું જ નહિ એક મુસ્લિમ એક્સટ્રીમિસ્ટે તો તેમનું નામ અમર રાખી દીધું હતું, તો હિંદુ તેમને જેહાદી કહીને બોલાવે છે. જાવેદ અખ્તરે જણાવ્યું કે તેઓ ઈચ્છવા છતાં પણ પોતાનો ધર્મ કેમ બદલી શકતા નથી?

હિન્દુ-મુસ્લિમ બંને કરે છે ટ્રોલ

જાવેદ અખ્તરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવા સામાન્ય બાબત છે. જાવેદ અખ્તરને કોઈ જેહાદી પણ કહે છે, એ બાબત તેમને ફની લાગે છે. તેઓ કહે છે હું નાસ્તિક છું. મને તો એવા લોકોથી 3-4 વખત પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર કોઈને ગાળ આપવાની આઝાદીને પણ કેટલાક લોકો એન્જોય કરે છે. આ મૂર્ખતા છે. મને તો બંને સાઈડ ગાળો પડી છે. કેટલાક મુસ્લિમોએ તો મારું નામ બદલીને અમર કરી દીધું. હિંદુ એક્સટ્રીમિસ્ટ બોલે છે પાકિસ્તાન જાવ. જાવેદે કહ્યું, જ્યારે બંનેમાંથી એક ટ્રોલ કરવાનું બંધ કરી દે છે તો ચિંતા થાય છે, જ્યારે બંને લોકો ટ્રોલ કરે છે તો લાગે છે, બધું બરાબર છે.

નાસ્તિક હોવા છતા મુસ્લિમ હોવું મજબૂરી, જાવેદ અખ્તરે કહ્યું કેમ બદલી નથી શકતા ધર્મ? hum dekhenge news

મુસ્લિમ હોવા સિવાય રસ્તો નથી

જાવેદે કહ્યું કે હું નાસ્તિક મુસ્લિમ છું. ઘર્મને માનતો નથી, કોઈ જ ધર્મોને માનતો નથી. હું મુસ્લિમ પરિવારમાં જન્મ્યો છું. મારી પાસે મુસ્લિમ હોવા સિવાય કોઈ રસ્તો નથી કેમ કે તે માટે મારે ધર્મ બદલવો પડશે. હું કોઈ જ ધર્મને માનતો જ નથી તો તે ધર્મમાં શા માટે જઉં. ભલે હું મુસ્લિમ ધાર્મિક મતોને ન માનું, પરંતુ મુસ્લિમ હોવું મારી સાથે જોડાયેલું છે.

નાસ્તિકોની હાલત ગે જેવી

જાવેદે કહ્યું, ઘણા બધા લોકો નાસ્તિક છે, પરંતુ સમાજના પ્રેશરમાં તેને સ્વીકારી શકતા નથી. તેમની હાલત 60 વર્ષ પહેલાના ગે જેવી છે. તેઓ સમાજની સામે આવી શકતા નથી અને સ્વીકારી શકતા નથી. હું અને શબાના બધા તહેવારો ઉજવીએ છીએ. હોળી-દિવાળી તો સીઝન પ્રમાણેના તહેવાર છે. ધર્મોએ તેને અપનાવ્યા છે, કેમ કે તહેવાર આકર્ષક બને.

આ પણ વાંચોઃ પુત્રી શ્વેતાના જન્મદિવસ પર બિગ બી થયા ભાવુક, જૂની યાદો તાજી કરી

Back to top button