

નવી દિલ્હી, 10 ઓગસ્ટ : બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલને ડેપ્યુટશન આપવામાં આવ્યું છે. તેઓ હવે સીધા જ દિલ્હી જશે. વરૂણકુમારને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના OSD બનાવવામાં આવી છે. કલેક્ટર પદે બદલી થયા પહેલા તેઓ સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલના એમડી તરીકે સેવા આપતા હતા. હવે તેઓ દિલ્હી ખાતે પોતાની સેવા આપશે.