ગુજરાતટોપ ન્યૂઝ

ધોધમાર વરસાદ વચ્ચે ગુજરાતના છ જિલ્લાના 38 ગામોમાં પીવાના પાણીની પરાયણ

Text To Speech
  • બિપોરજોયમાં કચ્છની ધરા ભીંજાતા ટેન્કરના ફેરા બંધ
  • રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં પાણીની વધુ બુમરાણ
  • પાઈપ લાઈનમાં ભંગાણ હોય તેવા વિસ્તારોમાં ટેન્કરોથી પાણી

ગુજરાતના રાજકોટ સહિત 6 જિલ્લાના 38 ગામોમાં પીવાના પાણીના ધાંધિયા છે, જ્યાં એક જ દિવસમાં ટેન્કરોના 218 ફેરા મારવામાં આવ્યા છે. રાજકોટના કોટડા સાગાણી, પડધરી, લોધિકા અને રાજકોટ તાલુકાના 12 ગામોમાં 17મી જૂનના શનિવારે એક જ દિવસમાં ટેન્કરના 126 ફેરા મારફત લોકોને પીવાનું પાણી પૂરું પડાયું છે. વાવાઝોડાની અસર વચ્ચે કચ્છમાં જોરદાર વરસાદ બાદ ત્યાં ટેન્કરના ફેરા બંધ થયા છે.

આ પણ વાંચો: ગુજરાત: હળવદ APMC કૌભાંડ કેસમાં જશુ પટેલની મુશ્કેલીઓ વધશે 

પાઈપ લાઈનમાં ભંગાણ હોય તેવા વિસ્તારોમાં ટેન્કરોથી પાણી

ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સૂત્રો કહે છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ટેન્કર મારફત પાણી પૂરું પડાઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, ખંભાળિયા અને ભાણવડ તાલુકાના નવ ગામોમાં પાણીના પોકાર ઊઠયા હતા, જ્યાં એક દિવસમાં ટેન્કરના 47 ફેરા લગાવવામાં આવ્યા છે, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાના 12 ગામોમાં ટેન્કરના 36 ફેરા મારફત લોકોને પીવાનું પાણી પૂરું પડાયું છે.

આ પણ વાંચો: ગુજરાત: 10 હજાર કરોડના ક્રિકેટ સટ્ટાકાંડમાં સંડોવાયેલા નામાકિત બુકીની સંપત્તિ જપ્ત

રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં પાણીની વધુ બુમરાણ

જામનગરના જામજોધપુરના ત્રણ ગામોમાં પાંચ ફેરા, સુરેન્દ્રનગરના મૂળીના એક ગામમાં બે ફેરા, અમરેલીના એક ગામમાં બે ફેરા લગાવાયા છે. હાલમાં ટેન્કરના ફેરાની સંખ્યામાં મામૂલી ઘટાડો નોંધાયો છે. સરકારી દાવા પ્રમાણે ડેમોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રખાયો હોવાથી લોકોને પાણીની તકલીફ નહિ પડે. જ્યાં પાણીના તળ નીચે ગયા છે, પાઈપ લાઈનમાં ભંગાણ હોય તેવા વિસ્તારોમાં ટેન્કરો દોડાવાઈ રહ્યા છે.

Back to top button