ધર્મ

ડીસાથી બહુચરાજીના 500 પદયાત્રી સાથે પગપાળા સંઘનું પ્રસ્થાન

Text To Speech

પાલનપુરના ડીસા થી શ્રી બહુચર પગપાળા સંઘનું પ્રસ્થાન અષાઢ સુદ 11 ને રવિવારના તા. 10જુલાઇ ના રોજ સવારે 05.15 કલાકે શહેરના માતાશેરી વિસ્તારમાં આવેલ માં અંબા બહુચરના મંદિરના પૂજારી  કૌશિકભાઈ રાવલ દ્વારા આરતી તેમજ મુખ્ય ધજાની પૂજા વિધિ કરીને મોદી સમાજના પ્રમુખ ઈશ્વરલાલ કાનુડાવાળા, દેવચંદભાઈ હેરૂવાલા,  રસિકલાલ લીંબુવાળા, બંન્સીલાલ કાનુડાવાલા,નટુભાઈ તલાટી, અજયભાઈ ચોખાવાળા તેમજ મોદી સમાજના આગેવાનો,  યુવાનો,ભાઈઓ -બહેનો મોટી સંખ્યામાં હાજર રહીને ડીસાથી બહુચરાજી 44માં પગપાળા સંઘ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

44 માં પદયાત્રી સંઘના પ્રસ્થાન સમયે ગુલાલની છોળો ઉડી

આ સંઘ ત્યાંથી લેખરાજ ચાર રસ્તા થઈ વાડી રોડ અંબાજી માતાના મંદિર દર્શન કરી મારવાડી મોચીવાસ, ઢેબર રોડ, સદર બજાર, જૂની જેલ,રામજી મંદિર થઈ રામચોક, ગાંધીચોક થઈને રૂપામાતાના મંદિરે દર્શન કરી અને શ્રીજી ચોક મોટા મોહલ્લામાં આવેલ શ્રી વીરદાદા ના મંદિરે પુજા -આરતી કરીને પ્રસાદ લઈ સમાજના વડીલો શાંતિલાલ હેરુવાલા, મુકેશભાઈ પંચીવાળા, અશોકભાઈ પાવાલા, જગદીશભાઈ પથ્થરવાળા, રસ રોટલી ગૃપના મિત્રો તેમજ સમાજના યુવાનો તેમજ ભાઈઓ- બહેનો મોટી સંખ્યામાં હાજર રહીને મહાપ્રસાદનો લાભ લઈને સંઘ પ્રસ્થાન કરાવ્યું હતું.   સવારે ૭ કલાકે જુનાડીસા મુકામે ચા -નાસ્તાની વ્યવસ્થા શ્રી નારસંગા વીરદાદા સમુદાય ભક્ત મંડળ દ્વારા કરવામાં આવી હતી. ત્યાંથી બપોરે  સંઘ નવા ગામ પહોંચ્યો હતો. જ્યાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Back to top button