રાજય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પધ્ધતિથી ભરવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક કરવાનો નિર્ણય કરેલ છે. રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન સ્કુલ્સ ઓફ એકસલન્સ’ માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર કરાર આધારિત ‘જ્ઞાન સહાયક મૂકવા માટે નિર્ણય કરવામાં આવેલ છે.
શું હશે પગાર ધોરણ અને થશે કેટલી ભરતી ?
આ માટે પ્રાથમિક શાળાઓમાં 15000 અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે 11500 જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણુંક કરવામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ પ્રાથમિક વિભાગના જ્ઞાન સહાયકને રૂ.21 હજાર માધ્યમિક વિભાગ માટે 24 હજાર અને ઉચ્ચત્તર માધ્યમક વિભાગ માટે રૂપિયા 26 હજાર ઉચક માનદ વેતન આપવામાં આવશે.
કોણ અને કેવી રીતે કરી શકશે અરજી ?
જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણુંક મેળવવા પ્રાથમિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો, માધ્યમક વિભાગ માટે TAT (માધ્યમિક) અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે TAT (ચ્ચત્તર માધ્યમિક) પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો અરજી કરી શકશે. અરજી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા પ્રાસ કરવામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે કામગીરી કરવા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઈન(online) કરવાની રહેશે અને Merit cum Preference મુજબ શાળાવાર જ્ઞાત શાયકની યાદી તૈયાર કરી સંબંધિત જિલ્લાના અધિકારીઓને મોક્લી આપવામાં આવશે.
સ્પોર્ટ્સના શિક્ષકોની થશે ભરતી
રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ‘ખેલ અભિરૂચિ કસોટી(SAT)’માં ઉતિર્ણ થયેલા પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં કુલ મળીને અંદાજે 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણુંક કરવામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને રૂ.21 હજાર ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.
શાળાની પસંદગી ઓનલાઈન કરવાની રહેશે
અરજી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં/શાળાઓમાં ‘ખેલ સહાયક’ તરીકે કામગીરી કરવા ઇચ્છે છે તેની પસંદગી ઓનલાઇન કરવાની રહેશે અને Merit cum Preference મુજબ શાળાવા૨ ખેલ સહાયકની યાદી તૈયાર કરી સંબધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે. આ બન્ને કરાર આધારિત નિમણૂંક માટે પ્રાથમિક વિભાગમાં શાળા વ્યવસ્થાપન સમિતિ મારફતે તથા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે શાળા સંચાલક મંડળ/શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ દ્વારા કરાર કરવામાં આવશે.