કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં ડેન્ગ્યૂ બન્યો જીવલેણ, 4 વર્ષની બાળકીનું ડેન્ગ્યુથી મોત

Text To Speech

રાજકોટમાં રોગચાળાનો કહેર જોવા મળી રહ્યો છે ડેન્ગ્યૂની 2 દિવસની સારવાર બાદ 4 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. આ બાળકીનું નામ રિયા બદરખીયા છે.

રાજકોટમાં ડેન્ગ્યુથી 4 વર્ષની બાળકીનું મોત

પ્રાપ્ત વિગતો મુજબ આ આ બાળકીનો પરિવાર ભાવનગર રોડ પર આવેલી રાજમોતી ઓઈલ મિલ પાસેના મયુરનગરમાં રહેતો હતો. બાળકીની 2 દિવસથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ બાળકીની સારવાર કરવામા આવી રહી હતી , તેને અચાનક તાવ આવતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યૂ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

રોગચાળો-humdekhengenews

આ પણ વાંચો : હાઇકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારની ઊંઘ ઊડી, રખડતા ઢોર અંગે નવી ગાઈડલાઈન જાહેર

રાજકોટમાં રોગચાળો વકર્યો

રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણને લઈ રોગચાળો સતત વકરી રહ્યો છે.જેમાં ખાસ મચ્છરજન્ય રોગચાળો વધતા ડેન્ગ્યુ અને મેલેરિયાનાં કેસોમાં વધારો આવ્યો છે. કેસોમાં અચાનક વધારો નોંઘાતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે. તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે પોરાનાશક અને ફોગીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે લોકોને પણ સાવચેતી રાખી બહારનો ખોરાક ન લેવા અને મચ્છરનો ઉપદ્રવ રોકવાનાં પગલામાં સહકાર આપવાની અપીલ કરવામા આવી છે. આ સાથે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો પણ લાગી રહી છે.

આ પણ વાંચો : હવે ડાકોર મંદિરમાં પણ થશે VIP દર્શન, નજીકથી દર્શન કરવા ચૂકવવા પડશે આટલા રુપિયા

Back to top button