આંતરરાષ્ટ્રીયઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલફોટો સ્ટોરીમધ્ય ગુજરાતવર્લ્ડવિશેષવીડિયો સ્ટોરી

બાંગ્લાદેશમાં હિંદુઓના હત્યાકાંડના વિરોધમાં ઢાકા, બ્રિટન, કેનેડા સહિત ઠેરઠેર વિરોધ પ્રદર્શનો

  • બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લઘુમતી હિંદુ સમુદાયના લોકો સતત હિંસા સામે હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. ઢાકા અને ચિત્તાગોંગમાં દેખાવો થયા છે

ઢાકા, 11 ઓગસ્ટ: બાંગ્લાદેશમાં બદલાતી રાજકીય પરિસ્થિતિ વચ્ચે હિંદુઓ વિરુદ્ધ વ્યાપક હિંસા થઈ રહી છે. વડાંપ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કર્યા બાદ અંતિમવાદી પરિબલો દ્વારા હિન્દુઓના આ હત્યાકાંડ, તેમના ઘરોમાં લૂંટફાટ, હિન્દુ મહિલાઓ સાથે દુષ્કર્મ જેવી ઘટનાઓ વધવાને પગલે હિન્દુ સમુદાયે પોતે જ હવે લડી લેવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે. હજારો લોકોએ બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને ઉત્તર-પૂર્વીય બંદર શહેર ચિત્તાગોંગમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યા છે. તેઓએ દેશભરમાં મંદિરો, તેમના ઘરો અને વ્યવસાયો પર હુમલાઓ વચ્ચે સુરક્ષાની માંગ કરી છે. વિરોધમાં સામેલ લોકો અલ્પસંખ્યકો પર અત્યાચાર કરનારાઓ સામે કાર્યવાહીમાં ઝડપ લાવવા માટે વિશેષ ટ્રિબ્યુનલની રચના, લઘુમતીઓને 10 ટકા સંસદીય બેઠકો, લઘુમતી સંરક્ષણ અધિનિયમ લાગુ કરવા જેવી અન્ય માંગણીઓ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા હુમલાનો વિરોધ માત્ર બાંગ્લાદેશમાં જ નહીં પરંતુ ભારત, બ્રિટન, કેનેડા જેવા દેશોમાં પણ થઈ રહ્યો છે. આ દેશોમાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓ રસ્તા ઉપર આવીને બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં દેખાવો કરી રહ્યા છે.

UK માં પણ હિંસાનો વિરોધ કર્યો શરૂ

હિંદુઓ પર થયા હુમલા

શનિવારે મધ્ય ઢાકાના શાહબાગમાં હિંદુ વિરોધીઓની રેલીને કારણે ત્રણ કલાકથી વધુ સમય માટે ટ્રાફિકને અવરોધિત કરવામાં આવ્યો હતો. અલ્પસંખ્યકોના કારણ સાથે એકતા વ્યક્ત કરવા વિદ્યાર્થીઓ સહિત હજારો મુસ્લિમ વિરોધીઓ પણ તેમની સાથે અહીં જોડાયા હતા. શેખ હસીનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપીને સોમવારે ભારત ભાગી ગયા પછી બાંગ્લાદેશી હિંદુઓએ હિંસા અને લૂંટફાટનો સામનો કરવો પડ્યો છે. ઘણા હિંદુ મંદિરો, ઘરો અને વેપારી સંસ્થાઓમાં તોડફોડ કરવામાં આવી છે. એટલું જ નહીં, હિંસામાં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા ઓછામાં ઓછા બે હિન્દુ નેતાઓ માર્યા ગયા છે.

લઘુમતીઓ સામે હિંસા વધી

મીડિયા રિપોર્ટમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના વધતા જતા કિસ્સાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ‘ઢાકા ટ્રિબ્યુન’ અખબાર અનુસાર, બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ક્રિશ્ચિયન ઓક્યા કાઉન્સિલ, જે અલ્પસંખ્યકોના અધિકારોની હિમાયત કરતી અગ્રણી સંસ્થા છે, તેણે મુખ્ય સલાહકાર ડૉ. મુહમ્મદ યુનુસને એક ખુલ્લો પત્ર જારી કર્યો છે, જેમાં 5 ઓગસ્ટના રોજ સરકાર શેખ હસીનાના પતન પછી સરકારની ટીકા કરવામાં આવી છે. 52 જિલ્લામાં ઉત્પીડનના 205 બનાવોની વિગતો આપવામાં આવી છે. આંદોલનકારીઓએ આઠ મુદ્દાનો માંગ પત્ર રજૂ કર્યો છે. આમાં લઘુમતી પર અત્યાચાર કરનારાઓના ટ્રાયલ ઝડપી કરવા માટે વિશેષ ટ્રિબ્યુનલની સ્થાપના, પીડિતોને વળતર અને લઘુમતી સંરક્ષણ અધિનિયમના તાત્કાલિક અમલીકરણનો સમાવેશ થાય છે.

ટોરોન્ટોમાં એકત્ર થયા હિન્દુ, બૌદ્ધ, યહૂદી અને ખ્રિસ્તીઓ

બીજી તરફ, કેનેડામાં પણ રવિવારે ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓએ દેખાવો યોજીને બાંગ્લાદેશમાં તેમના બાંધવોનું રક્ષણ કરવા માંગ ઉઠાવી હતી. ટોરોન્ટોમાં હિન્દુઓની સાથે બૌદ્ધ, યહૂદી તેમજ ખ્રિસ્તી દેખાવકારો પણ જોડાયા હતા.

કેનેડામાં હિન્દુ સમર્થકો - HDNews

કેનેડામાં હિન્દુ સમર્થકો - HDNews

કેનેડામાં હિન્દુ સમર્થકો - HDNews

આ પણ વાંચો: દેશ છોડ્યાના એક અઠવાડિયા પછી શેખ હસીનાએ અમેરિકાને કર્યું બેનકાબઃ જાણો શું કહ્યું?

Back to top button