અમદાવાદ એરપોર્ટ પર ફાયરબ્રિગેડ દ્વારા પ્લેન ક્રેશ અને અન્ય દુર્ઘટનાઓમાં કવીક રિસ્પોન્સ અંગે ડેમોસ્ટ્રેશન યોજાયું


એરપોર્ટ પર લેન્ડિંગ સમયે વિમાન તૂટી પડવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે કવીક રિસ્પોન્સ ટીમની મદદ લેવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર અમદાવાદ ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા એરક્રાફ્ટ ક્રેશ લેન્ડિંગ પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ અન્ય ઘટનાઓમાં ફર્સ્ટ રિસ્પોન્સ કામગીરીને લઈને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ફાયરના સાધનોનો ઉપયોગ કરી કઈ રીતે ઝડપી કામગીરી કરી શકાય તેના માટે ફાયરબ્રિગેડના જવાનો દ્વારા એરપોર્ટ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ વગેરેને માહિતગાર કરવામાં આવ્યા હતા.
રોબોનું ડેમોસ્ટ્રેશન કરાયું
ગુજરાત કોર્પોરેટ સોશ્યલ રિસ્પોનસીબીલીટ ઓથોરોટી દ્વારા ત્રણ આધુનિક રોબો આપવામાં આવ્યા છે. ત્રણ રોબોમાંથી અમદાવાદમાં રોબોનું પ્રથમ ડેમોસ્ટ્રેશન કરાયુ હતું. ક્લબ ફર્સ્ટ ટીમ દ્વારા વિકસાવવામાં આવેલ XENA .05 ફાયર રોબોટની કામગીરી અને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રોબોની ખાસિયત એવી છે કે એક કિમિ સુધી દૂરથી ઓપરેટ થઈ શકે છે. 90 મીટર દૂર સુધી 4 હજાર લીટર પાણી એક મિનિટમાં છોડી શકે અને 360 ડિગ્રી ફરી શકે છે અને સાથે જ હોરિઝોનટલ અને વર્ટિકલ દિશામાં પણ ફરી શકે છે.

કવીક રિસ્પોન્સ કેવી કામગીરી છે તેથી વાકેફ કરાયા
અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા એરપોર્ટ પર એરક્રાફ્ટ લેન્ડિંગ ક્રેશ તેમજ અન્ય દુર્ઘટનાઓમાં ફાયરબ્રિગેડ કવીક રિસ્પોન્સ કેવી કામગીરી કરી શકે છે તેમજ એરપોર્ટ કર્મચારીઓ- સિક્યુરિટીને માહિતગાર કરવા ડેમોસ્ટ્રેશન યોજાયું હતું.
