ઉત્તર ગુજરાત

ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇવીએમ નું નિદર્શન યોજાયું

Text To Speech

પાલનપુર: આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાનું ચૂંટણી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેમાં મતદારોમાં જાગૃતિ આવે તે માટે ઇવીએમ અને પીવીપેટ નું શાળા તેમજ કોલેજોમાં નિદર્શન યોજવામાં આવી રહ્યું છે.

ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇવીએમ નું નિદર્શન- humdekhengenews

આગામી વિધાનસભા 2022 ની ચૂંટણી અંતર્ગત મતદારો મતદાન પ્રક્રિયાથી માહિતગાર થાય અને વધુમાં વધુ મતદાન કરવામાં જોડાય તેવા આશયથી એસ.ડી.એમ . ડીસા શ્રીમતિ નેહાબેન એચ.પંચાલ , મામલતદાર ગ્રામ્ય કે.એચ.તરાલ અને મામલતદાર ( શહેર) એસ.ડી.બોડાણાના માર્ગદર્શન હેઠળ ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસા ખાતે કોલેજીયન યુવાન યુવતીઓને માર્ગદર્શન આપવાના હેતુસર ઇવીએમ નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.

ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇવીએમનું નિદર્શન- humdekhengenews

મતદારોને ઇ.વી.એમ., vvpet અને બેલેટ યુનિટ વિશે સમજ આપવામાં આવી હતી.તેમની પાસે મતદાન કરાવી, તે આપેલ મત બરાબર છે કે કેમ ? તે vvpet મશીનમાં ચેક કરાવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફનો સહકાર મળ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ સાધુ, પ્રકાશભાઈ સોલંકી( રસાણા) અશ્વિનભાઈ પરમાર( જમનાબાઈ) અને દિનેશભાઈ શ્રીમાળી (વડલી ફાર્મ)એ ઉપસ્થિત રહી પ્રક્રિયાની સમજ આપી હતી.

Back to top button