અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદના નારણપુરામાં ડિમોલેશનની કામગીરી છેલ્લી ઘડીએ મોકૂફ, રહીશોને મળી રાહત

Text To Speech

નારણપુરા ગામથી નારણપુરા ફાટક સુધીનો રોડ 100 ફૂટ પહોળો કરવા માટે આજે આ વિસ્તારમાં કપાતનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી અને લોકો દ્રારા તેનો વિરોધ પણ કરવામા આવી રહ્યો હતો. ત્યારે આજે આ વિસ્તારમાં કપાતના નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે.

કપાતનો નિર્ણય મોકુફ રખાયો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લોકોના ઉગ્ર વિરોધ બાદ AMCની કપાતની કામગીરી આજે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના આ વિસ્તારમાં 200 મિલકતો પર આજે કપાત માટેની કામગીરી હાથ ધરવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ આ નિર્ણય પડતો મૂકવામાં આવ્યો છે. જેના કારણે રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ નિર્ણય લેવાતા લોકોએ ઉજવણી કરી રહ્યા છે.

નારણપુરા મિલકત કપાત-humdekhengenews

સ્થાનિકોએ કર્યો હતો ઉગ્ર વિરોધ

AMCદ્વારા અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 100 ફૂટ પહોળા રોડની કામગીરી શરુ થવાની હતી જેના કારણે આ વિસ્તારની 200 મિલકતો પર કાપ મુકવાામાં આવનાર હતો. જેના કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. રહીશોનું કહેવું હતુ કે , ટ્રાફિકની સમસ્યા નથી છતાં કપાતના નામે તોડફોડ શા માટે કરવામાં આવે છે? આમ તંત્રની આ કામગીરી દરમિયાન ઉગ્ર ઘર્ષણ થવાની સંભાવના પણ હતી. જેથી સ્થાનિકોના વિરોઘ બાદ આજે કપાતની કામગીરીને મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી સ્થાનિકોએ આ નિર્ણયથી રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ સવાસ એ પણ છે કે હાલ પુરતો આ નિર્ણય મોકુફ રાખવામાં આવ્યો છે. પરંતુ પછીથી શું થશે ? શુ લોકોને કાયમ માટે આ સમસ્યાથી રાહત મળશે કે પછી તેમને આજ નહી તો કાલ આ કપાતનો ભોગ બનવો પડશે.

તંત્રના આ નિર્ણયને લઈને લોકોએ શું કહ્યું

તંત્રએ હાલ પુરતી તો આ કામગીરીને મોકુફ રાખી છે. જેથી લોકોએ વિરોધ અટકાવી દીધો છે. પરંતુ સ્થાનિકોએ જણાવ્યું હતુ કે જ્યા સુધી તંત્ર દ્વારા લેખિતમાં બાહેધરી આપવામાં આવે . અને કહેવામાં આવી રહ્યું છે કે માર્ચ 2022માં મ્યુનિ. એ રોડ 100 ફૂટ કપાત નહી કરવા માટે ખાતરી આપી હતી.

આ પણ વાંચો : શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં હવે આ લોકો હાજર નહી રહી શકે

Back to top button