ભરૂચ: વર્ષો પહેલા બનાવવામાં આવેલી પાણીની ટાંકી જર્જરીત થઈ જતા ડિમોલેશન કરાઇ; લોકોએ ઘટના કેમેરામાં કેપ્ચર કરી રીલ બનાવી
ભરૂચ 13 ઓગસ્ટ 2024 : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાબા ગામે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલી પાણીની ટાંકી સમયની સાથે જર્જરીત બની હતી. ગમે ત્યારે પડી શકે તેઓ ભય સ્થાનિક લોકોને સતાવાઇ રહ્યો હતો. જેની ગંભીરતાને ધ્યાને લઈ ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું ડિમોલિશન હાથ ધરાયું હતું ત્યારે ગામમાં કેવો માહોલ સર્જાયો તો જાણીએ!!
જર્જરિત ટાંકી ઉતારતા ઢસી પડી, લોકોએ રીલ બનાવી
વર્ષો પહેલા ડાબા ગામની ગ્રામ પંચાયત દ્વારા ઓવર હેડ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. રણકી આસપાસ રહેણાક વિસ્તાર હોવાને કારણે ત્યાં લોકોની અવર-જવર રહેતી હતી અને વર્ષો જૂની ટાંકી સમય જતાં હાલ જર્જરિત હાલતમાં હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટાંકીને ઉતરવાનો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યો હતો અને કોન્ટ્રાકટર દ્વારા જેસીબીની મદદથી જર્જરિત ટાંકી ઉતારવાની કામગીરી શરૂ કરાઇ હતી. જેથી વર્ષો જૂની ટાંકી ઉતારવાની કામગીરી જોવા માટે લોકોના ટોળેટોળાં એકત્રિત થયા હતા. અને લોકો આ ક્ષણને મોબાઇલમાં કેપ્ચર કરીને રિલ બનાવી રહ્યા હતા. જોકે કામગીરી દરમિયાન જર્જરિત ટાંકી એકા-એક ઢસી પડતાં નાસભાગ મચી જવા પામી હતી અને આસપાસની દુકાનો પર ટાંકીનો કાટમાળ પડતાં માલસામાનને નુકસાન પહોચ્યું હતું અને પાસે આવેલી દુકાન પણ જમીનદોસ્ત થઇ હતી. ટાંકી ઢસી પાડવાની ઘટના લાઈવ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા અને સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી છે.
આ પણ વાંચો : ગુજરાતના 2564 શ્રદ્ધાળુઓએ તીર્થ દર્શન યોજના થકી કૈલાશ માનસરોવરની યાત્રા કરી