અમરેલી શહેરમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્રની તવાઈ
અમરેલી શહેરમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે.તંત્રએ આ વખતે ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે. શહેરના જુદા-જુદા વિસ્તારમાં ગેરકાયદેસર જમીન પર બંધાએલ બાંધકામ હટાવવાની કામગીરી અમરેલી નગરપાલિકા, તંત્ર અને પોલીસ દ્વારા કરાઈ રહી છે. પોલીસ દ્વારા કામગીરી બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરાઈ છે. જુદા જુદા વિભાગના અધિકારીઓ ડિમોલેશનની કામગીરીમાં જોડાયા છે. તંત્ર દ્વારા પહેલા સર્વે કર્યો હતો તે પછી 6 ટીમ બનાવી શહેરના મુખ્ય માર્ગો પર ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી આજથી શરુ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી આજથી ૩ દિવસ માટે કરવામાં આવશે અને શહેરમાં સરકારી જમીન પર ગેરકાયદે બનાવેલ જગ્યાઓને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે. તંત્રનું બુલડોઝર બધી જ સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો પર ફરવામાં આવશે.
પોલીસ દ્વારા ત્રણ દિવસ ફ્લેગમાર્ચ પણ યોજવામાં આવશે
મળતી માહિતી અનુસાર ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નટાળવા માટે 2 DySP, 6 PI, 20 PSI, 240 પોલીસ જવાનો હાજર રહેશે. ડિમોલેશન પહેલા અમરેલી શહેર પોલીસ દ્વારા ત્રણ દિવસ ફ્લેગમાર્ચ પણ યોજવામાં આવશે.શહેરના દેસાઇવાડા વિસ્તારમાં પણ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઇ હતી. દેસાઇ વાડામાં કરાયેલા ગેરકાયદે દબાણ દૂર કરાયા હતા. રસ્તામાં નડતરરૂપ દબાણ તોડી પડાયા હતા. હાલ આ કામગીરી દ્વારા જુદી જુદી જગ્યાએ સરકારી જમીન પણ ગેરકાયદેસર બાંધકામ હટાવામાં આવશે.
આ પણ વાંચો :કાળઝાળ ગરમીને કારણે એક સપ્તાહથી રાજ્યમાં ઈમરજન્સી કેસોમાં આટલો વધારો થયો !