ગુજરાતટોપ ન્યૂઝ

જૂનાગઢમાં ડિમોલિશન ચાલુ, લોકોએ સડકથી સંસદ સુધી જવાની તૈયારી કરી

Text To Speech
  • મુસ્લિમ સમાજ દ્વારા શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી
  • હાઈકોર્ટમાં સુનાવણી પડતર હોવા છતાં ઉપરકોટમાં ડિમોલિશન ચાલુ
  • કિલ્લામાં વર્ષો જુની દરગાહ, મજાર તોડી પાડવાની કામગીરી

જૂનાગઢમાં મધરાતે ઉપરકોટ કિલ્લામાં તંત્ર દ્વારા કરવામાં આવેલા ડિમોલેશનના પગલે નારાજ મુસ્લિમ સમાજે શહેરના નરસિંહ સ્કૂલના મેદાનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર મુસ્લિમ અગ્રણીઓ દ્વારા આ મામલે શાંતિ અને સંયમ જાળવી રાખવા અને કાયદો તેમજ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખીને કાયદો વ્યવસ્થા બગડે નહી તેવી કાળજી રાખવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: નીતિ આયોગની બેઠકમાં ગુજરાતે વિકાસનો રોડમેપ રજૂ કર્યો

ઉપરકોટ કિલ્લામાં અનેક દરગાહો અને મજારો આવેલી છે

આ તકે બેઠકમાં હાજર મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ઉપરકોટ કિલ્લામાં અનેક દરગાહો અને મજારો આવેલી છે, જે વર્ષો જૂની પુરાણી છે. અને તેને તોડી પાડવા માટે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે. તેનાથી નારાજગી ફેલાઈ છે. હાલ ઉપરકોટમાં ડીમોલેશનને લઈને હાઈકોર્ટમાં મેટર પેન્ડીંગ છે. તેમ છતાં તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. તો આ મુદ્દે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ અને સડકથી લઈને સંસદ ભવન સુધી જવાની તૈયારી દાખવી છે.

મુસ્લિમ સમાજ દ્વારા શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી

તેમજ ઉપરકોટ કિલ્લામાં ક્યાં ક્યાં દબાણો દુર કરવામાં આવ્યા છે, તેનું નિરીક્ષણ કરવા માટે મુસ્લિમ સમાજનું પાંચથી 10 વ્યક્તિનું એક ડેલિગેશન તૈયાર થશે અને તે ડેલિગેશનને ઉપરકોટમાં તંત્ર દ્વારા નિરીક્ષણ કરવા લઈ જવામાં આવે તેવી જિલ્લા કલેકટર પાસે માંગણી કરવામાં આવશે. ત્યાર બાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે. ત્યાં સુધી કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુસ્લિમ સમાજ દ્વારા શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી છે.

Back to top button