ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

ડીમેટ એકાઉન્ટ હવે ડેબિટ કે ક્રેડિટ કાર્ડની જેમ બ્લોક કરી શકાશે

Text To Speech
  • હવે ડીમેટ એકાઉન્ટને એટીએમ કાર્ડની જેમ બ્લોક કરી શકાશે
  • શંકાસ્પદ પ્રવૃતિઓ રોકવા લેવાયો નિર્ણય
  •  બ્લોક ફીચર માટેનું માળખું 1 એપ્રિલ, 2024 પહેલા આવશે

મુંબઈ, 13 જાન્યુઆરીઃ રોકાણકારો માટે એક સારા સમાચાર છે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિના કિસ્સામાં ટ્રેડિંગ એકાઉન્ટને (ડીમેટ એકાઉન્ટ) બ્લોક કરાવવું હવે શક્ય બનશે. ડીમેટ એકાઉન્ટમાં હવે કોઈ પણ પ્રકારની સમસ્યા નહિ થાય. આ માટે માર્કેટ રેગ્યુલેટર સેબીએ તૈયારી શરૂ કરી લીધી છે. આ સુવિધા શરૂ થયા પછી ટ્રેડિંગ એકાઉન્ટને બ્લોક કરવાનું સરળ બનશે.

ક્યારથી શરૂ થશે આ ફીચર?

સેબીએ 12 જાન્યુઆરીએ ટ્રેડિંગ એકાઉન્ટ્સને બ્લોક કરવાની સુવિધા અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. પરિપત્રમાં, સેબીએ બ્રોકર સહિત બજારના તમામ પાર્ટીસિપન્ટને સૂચના આપી છે કે ટ્રેડિંગ એકાઉન્ટ્સને બ્લોક કરવાની સુવિધા 1 જુલાઈ, 2024થી શરૂ થઈ જવી જોઈએ. સેબીએ સ્ટોક એક્સચેન્જોને એ જોવાની જવાબદારી સોંપી છે કે ટ્રેડિંગ મેમ્બર્સ ગાઈડલાઈન ઈશ્યુ થયા બાદ તેના પર અમલ કરે.

ડીમેટ એકાઉન્ટમાં હવે નહિ થાય સમસ્યાઃ મળશે બ્લોક કરવાની સુવિધા hum dekhenge news

ડેબિટ-ક્રેડિટ કાર્ડની જેમ બ્લોકની સુવિધા

સેબીનું કહેવું છે કે તેને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે ફરિયાદો મળી રહી હતી. તેને ધ્યાનમાં રાખીને, રોકાણકારોને તેમના ટ્રેડિંગ એકાઉન્ટ્સ બ્લોક કરવાની સુવિધા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુવિધા પછી, રોકાણકારો તેમના ટ્રેડિંગ એકાઉન્ટને એ રીતે તરત જ બ્લોક કરી શકશે જેમ લોકો તેમના એટીએમ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડને બ્લોક કરે છે.

ફ્રેમવર્ક આ તારીખ સુધી આવશે

માર્કેટ રેગ્યુલેટર સેબીએ સર્ક્યુલર એ પણ જણાવ્યું છે કે આ અંગેની ગાઈડલાઈન પર કામ ચાલી રહ્યું છે. ટ્રેડિંગ એકાઉન્ટ બ્લોકિંગ સુવિધા કેવી રીતે કાર્ય કરશે તે માટેનું માળખું બજારના ધોરણો અનુસાર સેબી સાથે ચર્ચાઓ કરીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. સેબીનું કહેવું છે બ્લોક ફીચર માટેનું માળખું 1 એપ્રિલ, 2024 પહેલા આવી જશે.

આ પણ વાંચોઃ ફાઈટર માટે ઋત્વિક રોશનનું ટ્રાન્સફોર્મેશનઃ ટ્રેનરે ખોલ્યા સિક્રેટ્સ

Back to top button