ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

મધ્યમ વર્ગ માટે અમિત ચાવડાની સરકારને ગુહાર, સુત્રોચ્ચાર સાથે વિધાનસભામાં માંગણીઓ કરી

Text To Speech
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2025 :   વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસ પાર્ટીના સાથી ધારાસભ્યો સાથે આજે વિધાનસભા પરિસરમાં રાજ્ય સરકારના બજેટ અગાઉ પ્રજાલક્ષી માંગના સુત્રો સાથે વિધાનસભામાં માંગણીઓ કરવામાં આવી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના  નેતાઓએ બજેટ ચાલુ થતા પહેલા નીચેની માંગણીઓ કરી હતી.
• ગરીબ અને મધ્યમવર્ગને રૂ. ૫૦૦ માં ગેસનો બોટલ આપો
• સમાન કામ માટે સમાન વેતન લાગુ કરો અને કોન્ટ્રાક્ટ-આઉટસોર્સિંગ પ્રથા નાબુદ કરો
• SC/ST/OBC/લઘુમતી વર્ગને વસ્તી પ્રમાણે બજેટ ફાળવો , અન્યાય અને ભેદભાવ દૂર કરો
• સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓની કાયમી ભરતી કરો:– અમિત ચાવડા
• અન્ય રાજ્યોની જેમ લાડલી બહેન યોજના લાવો ને ગુજરાતની બહેનોને માસિક રૂ. ૩૦૦૦ ની સહાય આપો
• ⁠   ખેડૂતોના દેવા માફ કરો
•    હીરા ઉદ્યોગ માટે અને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો
રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી કે હરિયાણા જ્યાં જ્યાં ચૂંટણી હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી રાહતો માટેની રેવડીઓ માટેની જાહેરાતો કરે અને સરકાર આવ્યા પછી એના લાભ આપવાની શરૂઆત કરે છે.
અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટીના શાસન સામે આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે ગુજરાતમાં ૩૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારનું શાસન છે. ગુજરાતની મહિલાઓને ૫૦૦ રૂપિયામાં ગેસનો બાટલો કેમ નથી આપવામાં આવતો? મોંઘવારીનો માર સહન કરતી મહિલાઓને ૫૦૦ રૂપિયામાં ગેસનો બાટલો મળે, ગુજરાતના યુવાનો રોજગાર ઝાંખી રહ્યા છે, કોન્ટ્રાકટ, આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઇ રહ્યું છે, ત્યારે કોન્ટ્રાકટ, આઉટસોર્સિંગ પ્રથા નાબુદ કરવામાં આવે, સમાન કામ, સમાન વેતનથી કર્મચારીઓને સન્માન સાથેની નોકરીઓ આપવામાં આવે, ખાલી જગ્યાઓ ઉપર તાત્કાલિક ભરતી કરવામાં આવે, જે કર્મચારીઓને ઓ.પી.એસ.નો લાભ નથી મળ્યો એમને ઓ.પી.એસ.નો લાભ આપવામાં આવે. લાડલી બહેનોના નામે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે તો ગુજરાતની બહેનોને પણ માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે.
Back to top button