ટ્રેન્ડિંગમનોરંજન

કોલકાતા રેપ-મર્ડર પ્રોટેસ્ટ પર ગીત ગાવાની ડિમાન્ડ પણ અરિજિતે આપ્યો સણસણતો જવાબ, વીડિયો વાયરલ

  • યુકેની કોન્સર્ટ દરમિયાન અરિજિતે તેના ફેન્સની ડિમાન્ડ પરનું એક ગીત ગાવાનો ઈનકાર કરી દીધો અને સણસણતો જવાબ પણ આપ્યો

20 સપ્ટેમ્બર, મુંબઈઃ બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર અરિજિત સિંહ દેશ-વિદેશમાં તેમના કોન્સર્ટ માટે પ્રખ્યાત છે. તાજેતરમાં અરિજિતે યુકેમાં તેનો લાઈવ કોન્સર્ટ કર્યો હતો. આ કોન્સર્ટમાં તેના ચાહકો મોટી સંખ્યામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રેક્ષકોએ સિંગરને એક એવું ગીત ગાવાની ડિમાન્ડ કરી, જેની પર અરિજિત ગુસ્સે થયો અને તેણે એ ગીત ગાવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ચાહકોએ શું ડિમાન્ડ કરી?

અરિજીત સિંહ હાલમાં યુકેની ટૂર પર છે. તેની કોન્સર્ટ દરમિયાન ફેન્સે તેને કોલકતામાં મહિલા ડોક્ટર સાથે થયેલા રેપ અને મર્ડર બાદ થયેલા પ્રોટેસ્ટ પર બનેલું તેનું ગીત આર કોબે ગાવાની ડિમાન્ડ કરી. તેની પર ગાયકે સ્ટેજ પરથી જ પ્રતિક્રિયા આપી હતી અને આ ગીત ગાવાની ના પાડી દીધી હતી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં અરિજીત સ્ટેજ પરથી ચાહકોને કહેતો જોવા મળે છે કે ‘આ ગીત ગાવાની યોગ્ય જગ્યા નથી’

 

View this post on Instagram

 

A post shared by R A H U L (@rahul__roy983)

અરિજિત સિંહે ગીત ગાવાનો ઈનકાર કર્યો

ઈન્ટાગ્રામ પર એક યુઝરે અરિજીત સિંહનો યુકે કોન્સર્ટનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે તાલ ફિલ્મનું ગીત રમતા જોગી ગાઈ રહ્યો છે. પછી વચ્ચે એક ચાહકે તેને આર કોબે ગીત ગાવાનું કહ્યું, તેની પર અરિજિત પોતાનું ગાવાનું રોકે છે અને કહે છે, આ એ જગ્યા નથી. લોકો અહીં વિરોધ કરવા નથી આવ્યા. લોકો મને સાંભળવા આવ્યા છે. આ મારું કામ છે ને? આ મારું દિલ છે, તમે પણ તેના માટે જ અહીં આવ્યા છો. આ ગીત માટે આ યોગ્ય સમય નથી અને યોગ્ય સ્થાન પણ નથી.

ફેન્સને આપ્યો આ જવાબ

વીડિયોમાં અરિજિત આગળ કહેતો જોવા મળે છે, જો તમે ખરેખર તે ફીલ કરી રહ્યા છો તો કોલકાતા જાવ. કેટલાક લોકોને ભેગા કરો, અહીં ઘણા બંગાળીઓ હાજર છે, ત્યાં જાઓ. રસ્તા પર ઉતરો. તેણે આગળ કહ્યું કે આર કોબે ગીત પૈસા કમાવવાના હેતુથી બનાવવામાં આવ્યું નથી અને ન તો તેનો ઉપયોગ ક્યારેય પૈસા કમાવવા માટે થશે. કોઈપણ તેનો ઉપયોગ કરી શકે છે કેમકે તેના પર કોઈ કોપીરાઈટ નથી. આ પછી, અરિજિત ફરીથી તેનું ગીત ‘રામતા જોગી’ ગાવાનું શરૂ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Arijit Singh (@arijitsingh)

અરિજિતે ‘આર કોબે’ ગીત કમ્પોઝ કર્યું છે

ઉલ્લેખનીય કે, આ ગીત આર કોબે અરિજીત સિંહે લખ્યું છે અને કમ્પોઝ કર્યું છે. તેણે આ ગીત 28 ઓગસ્ટના રોજ યુટ્યુબ પર રિલીઝ કર્યું હતું. કોલકાતામાં એક ટ્રેઈની મહિલા ડૉક્ટરની બળાત્કાર-હત્યાની ઘટના પછી, ગાયકે આ ગીતથી લોકોને મહિલાઓની સુરક્ષા અને સન્માનની લડાઈમાં જોડાવા પ્રેરણા આપવા માટે બનાવ્યું હતું.

આ પણ વાંચોઃ અરિજિતના કોન્સર્ટ દરમિયાન ભાવુક થઈ યુવતી, સિંગરે શું કર્યું, જૂઓ વીડિયો

Back to top button