ઉત્તર ગુજરાતગુજરાત

ગાયના ગોબરમાંથી નિર્મિત વૈદિક રાખડીની માંગ વધી

Text To Speech

પાલનપુર. આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. હાલમાં બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. જ્યારે ગુજરાત ના કચ્છ આવેલા ગો-વિજ્ઞાન કેન્દ્રમાં તાલીમ પામેલા તાલીમમાંથી ઘણાએ આ પ્રકારની વૈદિક રાખડીઓ બનાવવાની પહેલ કરી છે. તો ગો-વિજ્ઞાન કેન્દ્રમાં પણ આવી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જે અહીંના સ્થાનિક બજારમાં મળી રહી છે. અને તેના ઓર્ડર લઇને મોકલાય છે.

રાખડી
મહિલાઓ દ્વારા બનવામાં આવેલી ગોબરમાંથી હર્બલ રાખડી

જ્યારે બીજી તરફ રાજસ્થાનના ભારતીય જૈવિક કિશાન ઉત્પાદક સંઘના પ્રયાસથી મહિલાઓ દ્વારા ગોબરમાંથી હર્બલ રાખડી તૈયાર કરવામાં આવી છે. આ સંસ્થાને આવી 60,000 જેટલી હર્બલ રાખડીઓનો ઓર્ડર અમેરિકા અને મોરેશિયસથી પણ મળ્યો છે.

કેવી રીતે બને છે હર્બલ રાખડી

ઔષધીય બીજ સાથે જે હર્બલ રાખડી બનાવવામાં આવે છે. જેમાં ગોબરને તડકામાં બરાબર સુકવીને રાખવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી લગભગ 90 થી 95 ટકા સુકાયેલા ગોબરની ગંધ જતી રહે છે. ત્યારબાદ આ સુકાયેલા ગોબરનો પાવડર તૈયાર કરવામાં આવે છે. જેમાં જટામાસી, ગાયનું ઘી, હળદર, ચીકણી માટી, ચંદન અને ગવારફળીનો પાવડર ભેગો અને પાણી નાખી લોટ જેવું તૈયાર કરવામાં આવે છે. જેમાંથી રાખડી તૈયાર કરવામાં આવતી હોય છે. આ સમગ્ર પ્રક્રિયા માં કોઈ રાસાયણિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. જ્યારે રાખડીમાં અશ્વગંધા તેમજ અન્ય આયુર્વેદિક બીજનો ઉપયોગ કરાતો હોય છે. જેથી આ રાખડી થોડા સમયે પછી તેનો ઉપયોગ કુંડામાં અથવા ખેતરની વાડમાં નાખવાથી તેમાં રહેલા બીજનો સદઉપયોગ થાય છે. અને પ્રકૃતિનું રક્ષણ પણ થાય છે. આમ હર્બલ રાખડીની માંગ વિદેશમાં પણ વધી રહી છે.

રાખડી
ગોબરમાંથી બનાવેલી હર્બલ રાખડી
Back to top button