ટ્રેન્ડિંગધર્મશ્રી રામ મંદિર

શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવા ઝંડાની ડિમાન્ડ, નેપાળથી પણ ઓર્ડર

  • બનારસના બજારોમાં ભગવા અને રામનું નામ કોતરેલા ઝંડાની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. માત્ર અયોધ્યાથી જ નહીં પરંતુ દૂર-દૂરના રાજ્યો તેમજ નેપાળમાંથી પણ આ ખાસ કપડાંના મોટી સંખ્યામાં ઓર્ડર મળી રહ્યા છે.

અયોધ્યા, 8 જાન્યુઆરીઃ 22 જાન્યુઆરીએ દેશભરમાં રોશનીનો ભવ્ય ઉત્સવ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશવાસીઓ પોતાના ઘર પણ સજાવી રહ્યા છે. બનારસના બજારોમાં ભગવા અને રામનું નામ કોતરેલા ઝંડાની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. માત્ર અયોધ્યાથી જ નહીં પરંતુ દૂર-દૂરના રાજ્યો તેમજ નેપાળમાંથી પણ આ ખાસ કપડાંના મોટી સંખ્યામાં ઓર્ડર મળી રહ્યા છે. અહીં આ કપડું ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. એમ પણ બનારસના કાપડની મોટી સંખ્યામાં ડિમાન્ડ હોય છે.

રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા આ ભગવા ઝંડાની માંગ એટલી વધી ગઈ છે કે ડિમાન્ડ પણ પુરી કરાઈ રહી નથી. હવે તો દુકાનદારો કે હોલસેલરોએ ઓર્ડર લેવાના પણ બંધ કરવા પડ્યા છે. વેપારીઓ કહે છે કે અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આયોજનથી અમારા બિઝનેસને પણ ખૂબ ફાયદો થયો છે. અહીં તૈયાર કરવામાં આવતા ભગવા કપડા, રામ અને હનુમાનજીના નામ સાથેના ધ્વજ અને અન્ય કપડાં નવેમ્બર મહિનાથી તૈયાર કરવામાં આવી રહ્યા હતા. વારાણસીની આસપાસના જિલ્લાઓ તેમજ છેવાડાના રાજ્યો અને નેપાળથી પણ તેના માટે ઓર્ડર મળ્યા હતા અને હવે વેપારીઓએ ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે કારણ કે મોટાભાગના લોકોની માંગને 22 જાન્યુઆરીની આસપાસ પૂર્ણ કરવાની છે.

મુસ્લિમ પરિવાર પણ બન્યો વ્યસ્ત

રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવ પર સમગ્ર દેશ ઉત્સાહમાં છે. તહેવાર આંગણે આવ્યો હોય તેવી તૈયારીઓ થઈ રહી છે. બનારસના કાપડની સાથે સાથે રામના ભક્તો માટે જય શ્રીરામ લખેલી ટોપીઓ પણ બની રહી છે. ઉત્તરપ્રદેશના અમરોહામાં એક મુસ્લિમ પરિવાર ભગવાન રામના ભક્તો માટે જય શ્રીરામ લખેલી ટોપીઓ બનાવવામાં વ્યસ્ત છે. સૌહાર્દનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે?

શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવા ઝંડાની વધી ડિમાન્ડ, નેપાળથી પણ મળ્યા ઓર્ડર hum dekhenge news

અનુમાન કરતા પણ વધી કેસરી કાપડની માંગ

વેપારીઓ કહી રહ્યા છે કે અમને આટલી અપેક્ષા ન હતી. અમારી અપેક્ષા કરતા વધુ ખરીદી થઈ રહી છે. અમે અત્યાર સુધી લગભગ 50 થી 60 બોરા કાપડ વેચી ચૂક્યા છીએ જે અમારા અનુમાન ક્યાંય વધારે છે.

બજારોમાં ખરીદી માટે આવેલા ગ્રાહક કહી રહ્યા છે કે વર્ષોની લાંબી રાહ જોયા બાદ અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે. આ દિવસે, સમગ્ર દેશમાં દીપોત્સવ થશે. આપણે બધા આપણા વિસ્તારો અને ઘરોને ભગવા ધ્વજથી સજાવીશું. રામના નામ અને હનુમાનજીના નામ સાથે કોતરેલા ધ્વજને શણગારશે. તે પ્રસંગે દીપ પ્રગટાવવાની સાથે આ ધ્વજ પણ છત પર લહેરાવવામાં આવશે. આ ખાસ કપડાં ખરીદવા માટે બનારસના બજારોમાં મોટી સંખ્યામાં ગ્રાહકો પહોંચી રહ્યા છે.

આ પણ વાંચોઃ અયોધ્યા: રામ મંદિરમાં 1 ગ્રામ પણ લોખંડ કેમ નથી? જાણો કારણ

Back to top button