ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના દસ્તાવેજો માટે રાહત પેકેજની માગ
- રાજ્યમાં હાઉસીંગ બોર્ડના સવા બે લાખથી વધુ મકાનો છે
- મકાન માલિકોના હિતમાં ફેડરેશનના સભ્યોએ કમિશનરને લેખિત રજૂઆત
- પ્રત્યેક એન્ટ્રીના ચાર્જના બદલે ફિકસ રકમ રુપિયા 2000 સુધીની લેવાય
ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના દસ્તાવેજો માટે રાહત પેકેજની માગ કરવામાં આવી છે. જેમાં હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનની કમિશનરને રજૂઆત છે. તેમાં બાકી દસ્તાવેજવાળા મકાન પર ફિક્સ ચાર્જ નક્કી કરી નોમિનલ રકમની માગ છે. તેમજ બોર્ડના કેટલાક કર્મચારીઓ જાણી જોઇને પરેશાન કરે છે.
આ પણ વાંચો: તરભ વાળીનાથ મંદિરને પાંચ કરોડનું દાન મળ્યું, 5 દિવસમાં 15 હજાર યજમાન પૂજામાં બેસશે
બોર્ડના હજારો મકાન માલિકોના હિતમાં ફેડરેશનના સભ્યોએ કમિશનરને લેખિત રજૂઆત કરી
ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં દસ્તાવેજ માટે રાહત પેકેજ જાહેર કરવા ફાઉન્ડેશનના સભ્યોએ કમિશનર સમક્ષ માંગ કરી છે. બોર્ડના બાકી દસ્તાવેજવાળા મકાન પર વાર્ષિક રુપિયા એક હજાર વહીવટી ચાર્જ લેવાના બદલે ફિકસ ચાર્જ નક્કી કરીને સામાન્ય રકમ ભરાવાય. ઉપરાંત મકાન પર એક કરતા વધુ વખત પાવર ઓફ એટર્ની થઇ હોય તો પણ પ્રત્યેક એન્ટ્રીના ચાર્જના બદલે ફિકસ રકમ રુપિયા 2000 સુધીની લેવાય. બોર્ડના હજારો મકાન માલિકોના હિતમાં ફેડરેશનના સભ્યોએ કમિશનરને લેખિત રજૂઆત કરી છે.
આ પણ વાંચો: વિધાનસભામાં રજૂ થનારા વિધેયકથી વર્ષો જૂના ભાડુઆતોના અધિકારોને રક્ષણ મળશે
રાજ્યમાં હાઉસીંગ બોર્ડના સવા બે લાખથી વધુ મકાનો છે
હાઉસીંગ એપાર્ટેમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્યોએ કહ્યું કે, રાજ્યમાં હાઉસીંગ બોર્ડના સવા બે લાખથી વધુ મકાનો છે. જેમાંથી અંદાજે 12 હજાર મકાનો એવા છે, જેના દસ્તાવેજ થયા નથી, અંદાજે 38 હજાર મકાનો પાવર ઓફ એટર્નીના વિવાદવાળા છે. જ્યારે 50 હજારથી વધુ મકાનોમાં હપ્તા બાકી છે. અંદાજે 38 હજાર મકાનો જર્જરિત હાલતમાં છે તો ગેરકાયદે બાંધકામવાળા સંખ્યાબંધ મકાનો છે. જેની સામે બોર્ડ કાર્યવાહી કરી શકતું નથી. ફેડરેશનના સભ્યોએ કમિશનર સમક્ષ માંગ કરી છેકે, જો કોઇ મકાનનો દસ્તાવેજ કરવાનો બાકી છે, તેનો વાર્ષિક રુપિયા એક હજાર વહીવટી ચાર્જ-ફાઇલ લેવાય છે, તેના બદલે ગમે તેટલા વર્ષ હોય તો પણ ફિકસ ચાર્જ પેટે સામાન્ય રકમ વસૂલાય. કોઇ મકાન પર એક કરતાં વધુ વખત પાવર ઓફ એટર્નીની એન્ટ્રી થઇ હોય તો એક વાર ફિક્સ ચાર્જ પેટે રૂપિયા બે હજારની રકમ વસૂલાય. મકાનમાં વધારાના બાંધકામ અને વપરાશ ચાર્જ આડેધડ લેવાય છે, તેના બદલે દસ્તાવેજ કરાવતા સમય જો લાભાર્થી દ્વારા મકાનમાં વધારે બાંધકામ કરેલું હોય તો કેટેગરી મુજબ રૂપિયા 3,000 EWS, 5,000 LIG, 7,000 MIG, 10,000 HIGમાં ફિક્સ ચાર્જ વસૂલાય. આ ઉપરાંત, બોર્ડના મકાનમાં દસ્તાવેજ કરવા ઇચ્છતા મકાન માલિકોને બોર્ડમાં વારંવાર ધક્કા ખાવા પડે છે.