ઉત્તર ગુજરાતગુજરાત

બટાકાના પોષણક્ષમ ભાવની માંગ : ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇએ ટેકાના ભાવ જાહેર કરવા સીએમને પત્ર લખ્યો

Text To Speech
  • કિસાન સંઘનાગ્રણીઓ પણ કૃષિ મંત્રીને મળ્યા

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવો ગગડી જતા હાલમાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને બટાકામાં સહાય અને ટેકાના ભાવ જાહેર કરવા માગણી કરી છે. અગાઉ આ અંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી મુખ્યમંત્રીને પત્ર લખી ચૂક્યા છે.

બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલનના વ્યવસાયો ઉપર નિર્ભર છે. બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોને છેલ્લા ત્રણ વર્ષથી બટાકાના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. બટાકાની ખેતીમાં ખાતર, બિયારણ, દવા, લાઈટ બિલ, ટ્રાન્સપોર્ટેશન અને મજૂરી જેવા તમામ ખર્ચો  સમાવેશ કરાય તો પ્રાથમિક ગણતરી મુજબ પ્રતિ 20 કિલોની બટાકાની પડતર કિંમત રૂપિયા 100 થી 110 સુધી પડે છે. જેની સરખામણીમાં ખેડૂતોને હાલમાં પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. જેને લઇ ખેડુતો નાણાકીય સંકટ અનુભવી રહ્યા છે.

આ પ્રશ્નને લઈને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કપરા સંજોગોમાં બટાકાના ટેકાના ભાવ જાહેર કરવા માગણી કરી છે. ત્યારે એ જ રીતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી એ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જોકે આ અગાઉ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.

હવે આગામી દિવસોમાં ડુંગળી અને બટાકાના પોષણક્ષમત ભાવ સરકાર જાહેર કરે તેવી શક્યતા છે.

જ્યારે કિસાન સંઘ દ્વારા પણ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને મળી અગાઉ સરકારે બટાકામાં રૂપિયા 1 કિલો એ રૂપિયા 1/-સહાય આપી હતી. ત્યારે અત્યારે મોંઘવારી પ્રમાણે આ વખતે તે સહાય રૂપિયા 2/- પ્રમાણે આપવાની પણ માંગ કરી છે.

આ પણ વાંચો :  પાલનપુર : મકાઈની આડમાં દિયોદરના રૈયામાં કરાયેલું પોષડોડાનું વાવેતર ઝડપાયું

Back to top button