ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

50,000ને રોજગારી આપવાની ડેલોઈટની યોજના: CEO રોમલ શેટ્ટી

  • ભારત અને ડેલોઈટ માટે આજનો સમયએ સૌથી રોમાંચક સમય છે : CEO
  • 120,000 કર્મચારીઓના વર્કફોર્સ સાથે ડેલોઈટે ભારતમાં નોંધપાત્ર હાજરી સ્થાપિત કરી : રોમલ શેટ્ટી

અમદાવાદ, 9 ડિસેમ્બર : ડેલોઇટ કંપનીના ચીફ એક્સિક્યુટિવ ઓફિસર(CEO) રોમલ શેટ્ટીએ શુક્રવારે બિઝનેસ ટુડે સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, “મને લાગે છે કે ભારત અને ડેલોઈટ માટે આ સૌથી રોમાંચક સમય છે, કારણ કે અમારી પાસે નોંધપાત્ર વૃદ્ધિની યોજનાઓ છે, અમે આગામી ચારથી પાંચ વર્ષમાં 40-50 હજારથી વધુ લોકોને નોકરીએ રાખવાની યોજના બનાવીએ છીએ. કંપનીએ લગભગ 120,000 કર્મચારીઓના વર્કફોર્સ સાથે ભારતમાં પહેલેથી જ પોતાની નોંધપાત્ર હાજરી સ્થાપિત કરી છે. આ સંખ્યા ડેલોઈટના વૈશ્વિક વર્કફોર્સના લગભગ 25 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.

 

ઘણી બધી નવીનતાઓ, ઘણું પરિવર્તન ભારતની બહાર થઈ રહ્યું છે

CEO રોમલ શેટ્ટીએ ડેલોઈટના ભારત પ્રત્યેના અભિગમમાં નોંધપાત્ર પરિવર્તન વિશે જણાવ્યું હતું અને  તેના માત્ર અમલીકરણ હબમાંથી વૈશ્વિક નવીનતા માટે પ્રેરક બળમાં પરિવર્તન લાવવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “હવે ઘણી બધી નવીનતાઓ, ઘણું પરિવર્તન ભારતની બહાર થઈ રહ્યું છે, અને તે એવી વસ્તુ છે જે હવે વૈશ્વિક સ્તરે પણ લેવામાં આવી રહી છે અને તેની નકલ કરવામાં આવી રહી છે. તે ખૂબ જ રોમાંચક સમય હતો”

AIએ ભવિષ્યમાં વિકાસ અને પરિવર્તનનું નિર્ણાયક સ્તંભ

શેટ્ટીએ સતત વૃદ્ધિ માટે કંપનીના મુખ્ય ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બે નિર્ણાયક ક્ષેત્રો જેવા કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ ટેક્નોલોજી પર ભાર મૂક્યો હતો. શેટ્ટીએ નોંધ્યું હતું કે, ડેલોઈટ ઈન્ડિયા ઓડિટ, ટેક્સ, રિસ્ક એડવાઈઝરી, ફાઈનાન્સિયલ એડવાઈઝરી અને કન્સલ્ટિંગ સહિત તેના તમામ બિઝનેસ સેગમેન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે.” રોમલ શેટ્ટીએ AIને ભવિષ્યના વિકાસ અને પરિવર્તનના નિર્ણાયક સ્તંભ તરીકે ઓળખાવ્યું, વિવિધ વ્યવસાયિક કાર્યોમાં તેની સંમિશ્રિત થવાની સંભાવના પર ભાર મૂક્યો. તેમણે કંપનીઓ ખર્ચની બચત માટે જ નહીં પણ મૂળભૂત બિઝનેસ મોડલ ફેરફારો માટે પણ ક્લાઉડ તરફ વળી રહ્યા હોવાના વલણ વિશે પણ જણાવ્યું હતું.

શેટ્ટીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “ડેલોઇટ ઉત્પાદકતામાં સુધારો કરવા અને ખેડૂતો સુધી પહોંચવા માટે કૃષિ તકનીકનો ઉપયોગ કરવાની સક્રિય રીતો શોધી રહી છે. કંપની કારીગરોને ટેકો આપવા, તેમના કામને પ્રોત્સાહન આપવા માટેની પહેલોમાં પણ સામેલ છે.

CEO શેટ્ટીએ આગળ ઈન્ડિયા સ્ટેકને વિશ્વ કક્ષાની પહેલ તરીકે સ્વીકાર્યું. જેણે ભારતને ડિજિટલ ઈનોવેશનમાં આગળ લઈ જવામાં મહત્વપૂર્ણ કામ કર્યું. તેઓ ઈન્ડિયા સ્ટેકને ડેલોઈટ માટે એક શક્તિશાળી સાધન તરીકે જુએ છે જે ગ્રાહકોને તેમના બિઝનેસ મોડલને બદલવામાં મદદ કરે છે. CEO શેટ્ટીએ ડિજીટાઈઝ્ડ વાતાવરણની વધતી જતી નબળાઈને ઓળખી અને સાયબર જોખમોને સંબોધવા માટે ડેલોઈટની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે “ડેલોઇટ સેમિકન્ડક્ટર્સ અને સ્પેસ જેવા હાઇ-ટેક સેક્ટરમાં સક્રિયપણે સંકળાયેલી છે, જે ભવિષ્યમાં થનારી વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.”

આ પણ જુઓ :Apple ને લાગી શકે છે વધુ એક ઝટકો, ટચ આઈડી સહિતની ટેક. વિકસાવનાર અધિકારી થશે અલગ

Back to top button