‘એક-એક કિલો મટન ઘરે ઘરે પહોંચાડ્યું, છતાં અમે ચૂંટણી હારી ગયા’, ગડકરીએ કહી વાર્તા
- મતદારો બહુ જ સ્માર્ટ હોય છે: નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમની સ્પષ્ટવક્તા માટે જાણીતા છે. ફરી એકવાર, પોતાની ચૂંટણીનો ટુચકો સંભળાવતા, તેમણે કહ્યું કે કેવી રીતે એક-એક કિલો મટન વહેંચ્યા પછી પણ તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમણે કહ્યું કે મતદારો ખૂબ જ સ્માર્ટ હોય છે, તેઓ દરેકનો માલ ખાય છે પણ પછી તેમને જેને મત આપવાનો હોય તેને જ મત આપતા હોય છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષક પરિષદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, લોકો ચૂંટણીમાં પોસ્ટર લગાવીને, ખવડાવીને ચુટણી જીતવાની આશાઓ રાખતા હોય છે, પણ હું તેમાં માનતો નથી. તેમણે કહ્યું કે, મેં ઘણી ચૂંટણીઓ લડી છે, મેં આ બધું જ અજમાવ્યું છે. મેં એક વાર એક પ્રયોગ કર્યો હતો જેમાં મેં દરેક ઘરે એક-એક કિલો મટન પહોંચાડ્યું હતું, છતાં એ વખતે અમે ચૂંટણી હારી ગયા.
આ પણ વાંચો: છેલ્લા પાંચ વર્ષમાં પીએમ મોદીના વિદેશ પ્રવાસો પર 2,54,87,01,373 રૂપિયાનો થયો ખર્ચ
મતદારો ખૂબ જ સ્માર્ટ હોય છે – ગડકરી
ગડકરીએ કહ્યું, લોકો ખૂબ જ સ્માર્ટ છે. લોકો એવું વિચારે છે કે જે આપવામાં આવેએ લઈ લો, જે ખવડાવામાં આવે એ ખાઈ લો, તે આપણા બાપાની જ મિલકત છે. પણ પછી મત તો એને જ અપાય છે જેને આપવાના હોય છે. તેમણે કહ્યું કે, જ્યારે તમે તમારા લોકોમાં વિશ્વાસ બનાવો છો, ત્યારે જ તેઓ તમારામાં વિશ્વાસ કરે છે અને પછી તેમને કોઈ પોસ્ટર કે બેનરની જરૂર પડતી નથી વોટ આપવામાં, જો તમે એક વાર તેમનો વિશ્વાસ જીતી લેશો તો પછી આવા કોઈ લોભ કે લાલચ આપવાની તમારે જરુર નહીં રહે. એ આ જીવન તમારી સાથે જ રહેશે.
આ પણ વાંચો: UP માં સ.પા. ને મોટો ઝટકો, PM મોદી સામે ચૂંટણી લડનાર શાલિની યાદવ BJP માં જોડાયા