માઉન્ટ આબુઃ ચોમાસું બરાબર જામ્યું છે ને ત્યાં જ હિલ સ્ટેશનો પર પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે. લોકો આહ્લાદક નજારાનો અનુભવ કરવા હિલ સ્ટેશનો પર જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ અને રાજસ્થાનીઓનું મનપસંદ એવું હિલ સ્ટેશન માઉન્ટ આબુ હાલ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે.
માઉન્ટ આબુમાં આહ્લાદક નજારો, સહેલાણીઓ ઉમટ્યાં#monsoon #Monsoon2022 #MountAbu #Tourist #Tourism #ViralVideo #viral #India #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/te60fcA3kJ
— Hum Dekhenge News (@humdekhengenews) July 27, 2022
નકી લેક ઓવરફ્લો થયું
ગઈકાલે જ વરસાદને કારણે માઉન્ટ આબુમાં આવેલું નકી લેક ઓવરફ્લો થઈ ગયું હતું. ત્યારે ત્યાં જંગલમાં આવેલા ધોધ અને ઝરણાંઓ પણ જીવંત બન્યા હતા. ત્યારે આ દૃશ્યો ખરેખર આંખને ટાઢક આપે તેવા છે. વીડિયોમા જોઈ શકાય છે કે, કેવી રીતે ધોધ ઉપરથી પાણી વહી રહ્યું છે! ત્યારે ચોમાસાની ઋતુમાં કુદરના સાંનિધ્યમાં આનંદ માણવા પ્રવાસીઓ હિલ સ્ટેશનો તરફ વળ્યાં છે.