ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના રાબડી દેવી અને આઈ લવ કેજરીવાલ: આપ-ભાજપ વચ્ચે શરુ થયું પોસ્ટર વોર

  • ભાજપે દીલ્હીના રાબડી દેવી નામથી પોસ્ટરો લગાવ્યા
  • આપે આઈ લવ કેજરીવાલના પોસ્ટરો દીલ્હીમાં લગાવ્યા
  • આમ આદમી પાર્ટીની ચૂંટણી પ્રચાર માટે સુનિતા કેજરીવાલ છે સ્ટાર પ્રચારક

નવી દિલ્હી, 28 એપ્રિલ:  દિલ્હીમાં હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર ચાલુ થયું છે. સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે આપના સમર્થનમાં પહેલો રોડ શો કર્યો હતો. આ દરમિયાન સમર્થકોના હાથમાં ‘આઈ લવ કેજરીવાલ’ના પોસ્ટર હતા. અગાઉ, દિલ્હી ભાજપે સિવિલ લાઇન્સમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ જતા માર્ગ પર સાઈન બોર્ડ લગાવ્યું હતું. તેના પર લખ્યું છે કે, “શિશ મહેલ અને ભ્રષ્ટાચારનો અડ્ડો, મુખ્યમંત્રી આવાસ, 6 ફ્લેગ સ્ટાફ રોડ સિવિલ લાઈન્સ”. પોસ્ટરમાં સીએમના નિવાસસ્થાનનો પણ ઈશારો કરવામાં આવ્યો છે. આ બોર્ડ સીએમ આવાસથી થોડાક મીટર દૂર છે. રાષ્ટ્રીય રાજધાનીમાં લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક મહિનો બાકી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા વિરુદ્ધ આક્રમક પ્રચાર કરી રહ્યા છે.

પોસ્ટર વોરથી ચૂંટણી પ્રચાર

કેજરીવાલના જેલવાસ દરમિયાન આમ આદમી પાર્ટીએ લોકસભા 2024ના ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોમાં સીએમ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલનું નામ સામેલ કર્યું છે. ત્યારે ભાજપે કેજરીવાલ પર પરિવારવાદનો આરોપ લગાવવાનું શરુ કર્યું છે. આ વચ્ચે દિલ્હીમાં પોસ્ટર વોર શરુ થયું છે. જેમાં દિલ્હી ભાજપે CM કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલના પોસ્ટરો લગાવ્યા છે.  આ પોસ્ટર પર સુનિતા કેજરીવાલની ફોટો  જોવા મળે છે અને તેના પર ‘દિલ્હીના રાબડી દેવી’ લખેલું છે. જ્યારે બીજી બાજુ તેના વળતા જવાબમાં આમ આદમી પાર્ટીએ ‘આઈ લવ કેજરીવાલ’ ના પોસ્ટરો લગાવ્યા હતા.

ભાજપે કેજરીવાલ પર પરિવારવાદનો આરોપ લગાવ્યો 

હાલમાં કેજરીવાલ લીકર સ્કેમમાં જેલમાં છે ત્યારે કેજરીવાલના પત્નીએ ચૂંટણી પ્રચારની બાગડોર સંભાળી લીધી છે. તેઓ દીલ્હીમાં આપના ઉમેદવારો માટે રોડ-શો કરી રહ્યા છે. સુનીતા કેજરીવાલ પ્રચારમાં ઉતર્યા પછી ભાજપે સીએમ અરવિંદ કેજરીવાલ પર પરિવારવાદની રાજનીતિ કરવાનો આરોપ લગાવવાનું શરૂ કરી દીધું છે. જ્યારે બીજી બાજૂ AAPએ પણ સુનિતા કેજરીવાલને સહાનુભૂતિનો ચહેરો બનાવીને CMની ધરપકડને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહી છે AAPએ ભાજપ પર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ “રાજકીય કાવતરું” રચવાનો આરોપ મૂક્યો છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે પાર્ટી તેમને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતા અટકાવી રહી છે.

આ પણ વાંચો: દિલ્હીમાં કોંગ્રેસને મોટો ફટકો, અરવિંદર સિંહ લવલીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું

Back to top button