ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં પહેલીવાર AAPના મેયર, જાણો કોણ છે શૈલી ઓબેરોય?

Text To Speech

દિલ્હી MCD મેયર માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. દિલ્હીમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ મેયર પદ પર જીત મેળવી છે. AAP કોર્પોરેટર શૈલી ઓબેરોય મેયર પદ પર જીત્યા છે. શૈલી ઓબેરોયને 150 અને ભાજપની રેખા ગુપ્તાને 116 વોટ મળ્યા હતા. સાથે જ કોંગ્રેસના 9 કાઉન્સિલરોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. મેયરપદ માટે AAPની શૈલી ઓબેરોય અને ભાજપની રેખા ગુપ્તા વચ્ચે ટક્કર હતી. AAPના આશુ ઠાકુર પણ ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં હતા. દિલ્હીમાં MCDની ચૂંટણી 4 ડિસેમ્બરે યોજાઈ હતી, જ્યારે તેના પરિણામો 8 ડિસેમ્બરે આવ્યા હતા. ચૂંટણીમાં 15 વર્ષ બાદ પણ MCDમાં ભાજપને બહુમતી મળી નથી. AAPએ MCDમાં 15 વર્ષથી જડેલી ભાજપને ઉખાડી નાખી છે.

શૈલી ઓબેરોય દિલ્હીના પટેલ નગર વિધાનસભાના વોર્ડ નંબર 86માંથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે. પીએચડી કરી ચૂકેલી શૈલી ઓબેરોય વ્યવસાયે પ્રોફેસર હતી. શેલી ઓબેરોયે 27 એપ્રિલે ટ્વિટ કર્યું હતું. તેણે કેપ્શન લખ્યું છે કે તેણે IGNOU ખાતે આયોજિત 35માં દીક્ષાંત સમારોહમાં પીએચડીની ડિગ્રી મેળવી છે. શૈલી ઓબેરોય 2013માં AAPમાં કાર્યકર તરીકે જોડાયા હતા અને 2020 સુધી પાર્ટીના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા.શૈલી - Humdekhengenewsશૈલી ઓબેરોયના પિતાનું નામ સતીશ કુમાર ઓબેરોય છે. શૈલીને બે બહેનો અને એક ભાઈ છે, બહેનનું નામ માઈલી ખન્ના અને ભાઈનું નામ તુષાર ઓબેરોય છે. તેમનો અભ્યાસ દિલ્હી અને હિમાચલથી થયો છે. તેણે દિલ્હી યુનિવર્સિટીની જાનકી દેવી કોલેજમાંથી B.Com અને હિમાચલ યુનિવર્સિટીમાંથી M.Com કર્યું છે.

Back to top button