ચૂંટણી 2022નેશનલ

દિલ્હીવાસીઓએ હવે વીજળી બિલ પર સબસિડી મેળવવા માટે ભરવુ પડશે ફોર્મ

Text To Speech

નવી દિલ્હી, દિલ્હીવાસીઓએ હવે વીજળી પર સબસિડી લેવા અથવા છોડવા માટે એક ફોર્મ ભરવાનું રહેશે. આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે. હવે અધિકારીઓએ જણાવ્યું છે કે, જે ગ્રાહકોએ સબસિડી લીધી છે અથવા છોડી દીધી છે તેમના ફીડબેક લેવા માટે વીજળી વિભાગે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જ્યારે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મે મહિનામાં કહ્યું હતું કે, મફત વીજળી ફક્ત તે જ લોકોને મળશે જે તેને લેવા માંગે છે. જેઓ વીજળી પર સબસિડી લેવા માંગતા નથી તેઓ ફોર્મ ભરીને નાપસંદ કરી શકે છે.

1 ઓક્ટોબરથી નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે
સબસિડી અંગેની નવી સિસ્ટમ 1 ઓક્ટોબર પછી લાગુ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું છે કે, 1 ઓક્ટોબર પછી સબસિડીની માફી સંબંધિત ‘હા’ અને ‘ના’ વિકલ્પો સાથે ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારે ગ્રાહકો આવતા મહિનાથી વીજ બિલ સાથે ફોર્મ મેળવી શકશે. જ્યારે સબસિડી મેળવવા માટે તેઓએ ‘હા’ અથવા ‘ના’ લખવાનું રહેશે. વીજળી વિતરણ કંપનીઓ તેમના સત્તાવાર પોર્ટલ દ્વારા ડિજિટલ ફોર્મેટમાં ગ્રાહક પ્રતિસાદ એકત્રિત કરશે.

પૈસા ક્યાં ખર્ચવામાં આવશે
મુખ્યમંત્રી કેજરીવાલે અગાઉ કહ્યું હતું કે, ગ્રાહકો દ્વારા સમર્પણ કરવામાં આવેલી સબસિડીમાંથી બચેલા પૈસા શાળાઓ અને હોસ્પિટલોમાં ખર્ચી શકાય છે. દિલ્હીમાં લગભગ 80 ટકા ગ્રાહકો વીજળીનું બિલ ઓનલાઈન ચૂકવે છે. અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હી સરકારે 2022-23માં પાવર સબસિડી માટે 3,250 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અગાઉ 2020-21માં 3,090 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. સરકારને આશા છે કે લોકોને સબસિડી આપવાથી આ ખર્ચમાં ઘટાડો થશે.

જાગૃતિ અભિયાન
આ દરમિયાન લોકોને જાગૃત કરવા માટે એક અભિયાન પણ ચલાવવામાં આવશે. જેમાં એ માહિતી આપવામાં આવશે કે, જો લોકો તેને લેવા માંગતા હોય તો જ સબસિડી મળશે. સત્તાવાર આંકડાઓ અનુસાર, દિલ્હીમાં 58.18 લાખ વીજ ગ્રાહકો છે, જેમાંથી 47.11 લાખ દિલ્હી સરકારની સબસિડી યોજનાનો લાભ લે છે.

Back to top button