ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં વરસાદ બાદ ઠંડી વધશે! ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ

Text To Speech

6 જાન્યુઆરી 2024:રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ચંદીગઢના અલગ-અલગ ભાગોમાં ભારેથી અતિશય ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે.

સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીના પડી રહી છે. જેના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઠંડીમાં હજુ વધારો થવાની શક્યતા છે. દિલ્હી સહિત રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આજે ઠંડીનું મોજું આવવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજધાની દિલ્હીમાં ઠંડા દિવસની સ્થિતિ રહેશે. એટલું જ નહીં, આગામી દિવસોમાં વરસાદ પડશે, ત્યારબાદ ઠંડીમાં વધુ વધારો થશે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી રહેવાની શક્યતા છે.

IMD અનુસાર તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે નવી દિલ્હીમાં 9 અને 10 તારીખે વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે. દિલ્હીના AQI વિશે વાત કરીએ તો શુક્રવારે દિલ્હીના સાત વિસ્તારોમાં હવા ગંભીર શ્રેણીમાં રહી હતી.

હવામાન વિભાગ મુજબ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢના અલગ-અલગ ભાગોમાં કડકડતી ઠંડીના દિવસો રહેવાની સંભાવના છે. આ સાથે ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ધુમ્મસને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

આ સિવાય હિમાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના વિવિધ ભાગોમાં 7 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસનું એલર્ટ છે.

Back to top button