ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં સ્થિતિ બેકાબૂ, પૂરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

  • પહાડો પર ભારે વરસાદની અસર મેદાની વિસ્તારોમાં દેખાઈ, રાજધાની દિલ્હીની હાલત પૂરના કારણે ખરાબ.

દેશની રાજધાની દિલ્હી પર જે પૂરનો ખતરો તોળાઈ રહ્યો હતો તે હવે નજરે જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. યમુનાનું જળસ્તર ઘણું વધી ગયું છે અને છેલ્લા પાંચ દાયકાના રેકોર્ડ તૂટી ગયા છે, જેના કારણે રાજધાનીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે હજારો પરિવારોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવું પડ્યું છે. યમુનાનું જળસ્તર 208.41 મીટરે પહોંચી ગયું છે, જે એક રેકોર્ડ છે.

યમુના નદી બની ગાડી તુર:

યમુનાનું જળસ્તર વધવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની માહિતી મળી રહી છે. આઉટર રિંગરોડ પર પાણી ભરાવાને કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં 16 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવામાં આવ્યા છે. લોકોને તેમના ઘર છોડાવી યમુનાને અડીને આવેલા વિસ્તારોમાં સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે.

દિલ્હીના આ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે:

દિલ્હી રાજઘાટ તરફ જતો રસ્તો, આઉટર રિંગ રોડ, યમુના બજાર અને લોહા પુલ પાણીથી ભરેલા છે. દિલ્હી આઈટીઓ પાસેના આઈપી સ્ટેડિયમ પાસે અને રાજઘાટ તરફ જતા રસ્તા પર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તેમાંથી યમુના બજાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે. હવે તેજ પ્રવાહ સાથે કોલોનીમાં પાણી ભરાઈ રહ્યું છે. ગઈકાલ સુધી જે માર્ગ દ્વારા લોકો લોહા પુલ સુધી પહોંચી શકતા હતા તે માર્ગ આજે સંપૂર્ણ રીતે ડૂબી ગયો છે. આઉટર રિંગ રોડ પર યમુના કિનારે આવેલા તમામ ઘરો અને મંદિરોમાં પાણી ભરાઈ ગયા છે.

 અનેક વિસ્તારોમાં પાણી ભરાતા શાળાઓ કરાઈ બંધ:

દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં દિલ્હી પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રએ કામ ગીરી હાથે લીધી છે. અહીં લોકોને સલામત સ્થળો એટલેકે કેમ્પમાં જવા માટે અપીલ કરવામાં આવી રહી છે કારણ કે પાણી કેટલી ઝડપથી વધશે અને કેટલું વધશે તેનો કોઈને અંદાજ નથી. રાજધાનીમાં પૂર જેવી સ્થિતિને કારણે MCDના શિક્ષણ વિભાગે સિવિલ લાઇન્સ ઝોનના નીચાણવાળા વિસ્તારોમાં 10 શાળાઓ, શાહદરા દક્ષિણ ઝોનમાં 6 શાળાઓ અને શાહદરા ઉત્તર ઝોનની 1 શાળાને 13 જુલાઈ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. કેટલીક જગ્યાએ ઓનલાઈન ક્લાસની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Delhi Floods: દિલ્હીમાં વરસાદ બાદ કેમ આવ્યુ પુર? કોણ છે જવાબદાર?

Back to top button