ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

દિલ્હી T20 : રીંકુ અને નીતિશની તાબડતોબ બેટીંગ, BANને મળ્યો પહાડ જેવો ટાર્ગેટ

Text To Speech

દિલ્હી, 9 ઓક્ટોબર : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.  પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા, જેમાં નીતિશ રેડ્ડી અને રિંકુ સિંહે અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી નીતિશ રેડ્ડીએ 74 રન અને રિંકુએ 53 રન બનાવ્યા હતા.

પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે માત્ર ત્રણ ઓવરમાં બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. સંજુ સેમસન 10 રન બનાવીને આઉટ થયો હતો અને અભિષેક 15 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ માત્ર આઠ રન બનાવી શક્યો હતો. આ પછી રિંકુ અને નીતિશ વચ્ચે ચોથી વિકેટ માટે 108 રનની ભાગીદારી થઈ હતી.

નીતિશ 34 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો હતો.  રિંકુ સિંહે 29 બોલમાં 53 રન બનાવ્યા હતા. રેયાન પરાગે 6 બોલમાં 15, હાર્દિકે 19 બોલમાં 32 અને વરુણ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. અર્શદીપે 6 રનનું યોગદાન આપ્યું હતું. ગ્વાલિયરમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું.

મેચમાં ભારત-બાંગ્લાદેશની પ્લેઈંગ-11

ભારતીય ટીમઃ અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નીતિશ રેડ્ડી, હાર્દિક પંડ્યા, રાયન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને મયંક યાદવ.

બાંગ્લાદેશ ટીમઃ લિટન દાસ (વિકેટકીપર), નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), પરવેઝ હુસૈન ઈમોન, તૌહીદ હ્રિદોય, મહમુદુલ્લાહ, ઝાકિર અલી, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન અને તન્ઝીમ હસન સાકિબ.

આ પણ વાંચો :- હરિયાણાની હાર બાદ ચૂંટણી પંચ પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ, પરિણામમાં અસંતોષની ફરિયાદ

Back to top button