ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

દિલ્હી T20 : બાંગ્લાદેશને 86 રનથી હરાવી સીરીઝ ઉપર ભારતનો કબજો

Text To Speech

દિલ્હી, 9 ઓક્ટોબર : સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બુધવારે (9 ઓક્ટોબર) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ટીમે 86 રનથી જીત મેળવી છે. આ જીત સાથે ભારતીય ટીમે 3 મેચની T20 શ્રેણી 2-0થી જીતી લીધી છે.

આ મેચના હીરો બેટ્સમેન નીતિશ રેડ્ડી અને રિંકુ સિંહ હતા, જેમણે તાબડતોબ બેટિંગ કરીને અર્ધસદી ફટકારી હતી.  જેના કારણે ભારતીય ટીમે બાંગ્લાદેશને 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી બોલરોએ બાંગ્લાદેશી બેટ્સમેનોને રડાવ્યા અને આખી ટીમ 9 વિકેટે 135 રન જ બનાવી શકી.

બાંગ્લાદેશ માટે પોતાની છેલ્લી સિરીઝ રમી રહેલા મહમુદુલ્લાહે શાનદાર બેટિંગ કરી અને 41 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20 રનના આંકડાને સ્પર્શી શક્યો નહોતો. આ મેચમાં ભારતીય બોલરોએ સાથે મળીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. નીતિશ રેડ્ડી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, મયંક યાદવ અને રેયાન પરાગને 1-1 સફળતા મળી હતી.

આ પણ વાંચો :- મુન્દ્રા પોર્ટના 25 વર્ષની વિકાસયાત્રાના પ્રતીકરૂપે સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ

Back to top button