દિલ્હી પૂર બાદ ભારે વાહનોની ‘નો એન્ટ્રી’, રવિવાર સુધી તમામ શાળા-કોલેજો બંધ, સરકારી કચેરીઓનું વર્ક ફ્રોમ હોમ
દેશની રાજધાની દિલ્હીમાં પૂરને પહોંચી વળવા માટે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિલ્હીની તમામ શાળાઓ અને કોલેજોને રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લેફ્ટનન્ટ ગવર્નરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ભાગ લીધો હતો.
#WATCH | Delhi CM Arvind Kejriwal says, "We had a DDMA meeting. Several important decisions were taken. Schools, colleges & universities will remain closed till Sunday. All Govt offices, except those providing essential services, will have Work from Home. Advisory is being issued… pic.twitter.com/C63voyyoUt
— ANI (@ANI) July 13, 2023
DDMAની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ રવિવાર સુધી બંધ કરી દેવામાં આવી છે. આવશ્યક સેવાઓ પૂરી પાડતી તમામ સરકારી કચેરીઓ સિવાય, અન્ય તમામ સરકારી કચેરીઓ રવિવાર સુધી ઘરેથી કામ પર ચાલશે. ખાનગી ઓફિસોને પણ રવિવાર સુધી ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે માહિતી આપી છે.
ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
દિલ્હીમાં બહારથી આવતા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. યમુના નદીના વધતા જળ સ્તરને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે સિંઘુ બોર્ડર, બદરપુર બોર્ડર, લોની બોર્ડર અને ચિલ્લા બોર્ડરથી ભારે માલસામાનના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Rising water level of River Yamuna | Delhi Govt bans entry of Heavy Good Vehicles from the Singhu Border, Badarpur Border, Loni Border and Chilla Border. Interstate buses from Haryana, Himachal Pradesh, Chandigarh, J&K, Uttarakhand terminating at ISBT Kashmere Gate will terminate… pic.twitter.com/2Vcn5qOt4a
— ANI (@ANI) July 13, 2023
બસો કાશ્મીરી ગેટ ISBT સુધી નહીં જાય
હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડથી આવતી આંતરરાજ્ય બસો ISBT કાશ્મીરી ગેટ જવાને બદલે સિંઘુ બોર્ડર પર રોકાશે. જો કે, ખાદ્યપદાર્થો અને પેટ્રોલિયમ ઉત્પાદનો જેવી આવશ્યક સેવાઓ વહન કરતા વાહનો પર કોઈ પ્રતિબંધ નથી.
ભારે વરસાદને કારણે યમુના નદીના તોફાને દિલ્હીમાં અવ્યવસ્થા સર્જી છે. બુધવારે યમુનાએ 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો અને નદીમાં પાણી સતત વધી રહ્યું છે. યમુનામાં પાણી વધવાથી દિલ્હીમાં તમામ ઉપાયો અપૂરતા જણાય છે. નદીના પાણી શહેરની અંદર પ્રવેશવા લાગ્યા છે, જેના કારણે માર્ગો પર હોડીઓની અવરજવરની સ્થિતિ સર્જાઈ છે. યમુના કિનારે આવેલા વિસ્તારમાં લોકો પોતાના ઘર છોડીને જઈ રહ્યા છે.