પ્રદૂષણને લઈ દિલ્હી સરકારે લીધો Work From Homeનો નિર્ણય
નવી દિલ્હી, તા.20 નવેમ્બર, 2024: રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. જેને લઈ દિલ્હી સરકારે કર્મચારી માટે વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લીધો છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે સરકારી કચેરીઓમાં ઘરેથી કામ કરવાની (Work From Home) મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે. તેના અમલીકરણ માટે આજે બપોરે 1 વાગ્યે સચિવાલયમાં અધિકારીઓ સાથે બેઠક યોજાશે.
દિલ્હીની હવા દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. જેમ જેમ શિયાળો નજીક આવે છે તેમ તેમ દિલ્હીની હવા ઝેરી બનતી જાય છે. વાયુ પ્રદૂષણની અસર નાગરિકોના સ્વાસ્થ્ય પર પણ પડી છે. છેલ્લા 8 દિવસથી દિલ્હીનો AQI ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. આજે સવારે દિલ્હીમાં સરેરાશ એક્યૂઆઈ 421 નોંધાયો હતો.
प्रदुषण कम करने के लिए दिल्ली सरकार ने सरकारी दफ़्तरो में वर्क फ्रॉम होम का लिया निर्णय
50% कर्मचारी करेंगे घर से काम
इसके इम्पलिमेंटेशन के लिए सचिवालय में आज दोपहर 1 बजे अधिकारियों के साथ होगी बैठक
— Gopal Rai (@AapKaGopalRai) November 20, 2024
હિલ્હીમાં પ્રદૂષણને લઈ નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઇમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ (એનપીસીસીએચએચ) એ તેની જૂની માર્ગદર્શિકાને યાદ અપાવી છે કે આ પ્રદૂષણની કટોકટી છે. આવી સ્થિતિમાં વાયુ પ્રદૂષણ મનુષ્યો માટે વધુ જોખમી બની જાય છે. તે મગજ, ફેફસાં, હૃદય અને આંખો તેમજ કિડની અને ત્વચાને સીધી અસર કરે છે. દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. જેથી તમામ જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
એનપીસીસીએચએચ એ લોકોને શું આપી સલાહ
- એનપીસીસીએચએચએ લોકોને સવારે અને સાંજે બારીના દરવાજા બંધ રાખવાની સલાહ આપી છે. જો જરૂરી હોય તો જ તેઓ બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ ખોલી શકાય છે.
- ફ્લેટમાં રહેતા લોકોએ મચ્છર ભગાવનાર કોયલ અને અગરબત્તીઓ પ્રગટાવવાનું તાત્કાલિક બંધ કરવું જોઈએ.
- NPCCHH એ સ્પષ્ટ રીતે કહ્યું છે કે N-95 માસ્ક પણ આ સમયે નિષ્ફળ થઈ શકે છે, કારણ કે હવામાં PM 2.5 નું સ્તર 700 થી વધુ પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં N-95ને બદલે N-99 માસ્ક પહેરવું ફાયદાકારક હોઈ શકે છે.
- ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ અને રાજસ્થાન માટે બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ છે તે વિસ્તારોની હોસ્પિટલોએ શ્વસનની સમસ્યા ધરાવતા દર્દીઓનો અલગ રેકોર્ડ રાખવો જોઈએ.
- હોસ્પિટલો અને મેડિકલ કોલેજોને સતર્ક રાખીને પ્રદૂષણથી અસરગ્રસ્ત દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ. આ માટે, જિલ્લા સ્તરનું એઆરઆઈ સર્વેલન્સ રિપોર્ટિંગ ફોર્મેટ પણ આપવામાં આવ્યું છે, જે દરરોજ ઓનલાઇન દિલ્હી મોકલવું ફરજિયાત છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં પ્રદૂષણ પહોંચ્યું ખતરનાક સ્તરે, N95 માસ્ક પણ થઈ શકે છે ફેલ