દેશની રાજધાનીની હવા સુધરીઃ ગરમી અને પ્રદૂષણથી રાહત
દિલ્લીમાં છેલ્લા દિવસે વરસાદથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હળવા વરસાદની આગાહી કરી છે. આજનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય રીતે થોડા દિવસો પહેલા સુધી લઘુત્તમ તાપમાન હતું. મે મહિનાની શરૂઆતમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું, જેના કારણે દિલ્લીવાસીઓ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું, પરંતુ હવે, તાપમાન લગભગ 17 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડતાં દેખીતી રીતે દિલ્લીમાં થોડા સમય માટે રાહત મળી છે.
દિલ્લી-NCRના AQIમાં સુધારો
વરસાદે પ્રદૂષણને પણ ધોઈ નાખ્યું છે. વિશ્વના સૌથી પ્રદૂષિત વિસ્તારો પૈકીના એક આનંદ વિહારનો AQI 82 યલો ઝોન મધ્યમ પર પહોંચી ગયો હતો, જે સામાન્ય રીતે રેડ ઝોનમાં પણ હતો.
દિલ્લીવાસીઓને આ રાહત થોડા સમય માટે જ મળી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે 27 મેથી ફરી એકવાર ગરમી વધવાની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમીનો સામનો કરી રહેલા દિલ્હીમાં આ સિઝનમાં આ પ્રથમ મધ્યમ તીવ્રતાનો વરસાદ અને વાવાઝોડું નોંધાયું છે, જેના કારણે તાપમાન નિયંત્રણમાં હોવાનું જણાય છે. દિલ્લી-NCRમાં ભારે પવન સાથે વરસાદ બાદ શહેરના ઘણા ભાગોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને જોરદાર વાવાઝોડાને કારણે વૃક્ષો પડી જવાના 100 થી વધુ કોલ આવ્યા હતા.