ટોપ ન્યૂઝનેશનલ

1200 કરોડની ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જાણો-ક્યાંથી આવ્યું ડ્રગ્સ?

Text To Speech

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને બે અફઘાન નાગરિકોની ધરપકડ કરી છે. આ સિન્ડિકેટ નાર્કો ટેરરિઝમ સાથે સંકળાયેલું હતું, જે ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં ડ્રગ્સ વેચીને તેના પૈસાનો ઉપયોગ કરી શકે છે.

methamphetamine and heroin
methamphetamine and heroin

પોલીસના સ્પેશિયલ સીપી એચજીએસ ધાલીવાલે જણાવ્યું હતું કે બંને અફઘાનીઓની સ્થળ પરથી 312.5 કિલો મેથામ્ફેટામાઇન અને 10 કિલો સારી ગુણવત્તાનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 1200 કરોડ રૂપિયા આસપાસ થાય છે.

પોલીસે શું કહ્યું?

સ્પેશિયલ સીપી એચજીએસ ધાલીવાલે જણાવ્યું હતું કે બંને અફઘાન નાગરિકો ભારતમાં શરણાર્થી તરીકે રોકાયા હતા અને તેઓએ તેમના વિઝા બે વખત એક્સટેન્ડ કર્યા હતા. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ પર નજર રાખી રહી હતી. આ દરમિયાન, એક માહિતીના આધારે, પોલીસે કાલિંદી કુઝ નજીક કારને અટકાવી અને અફઘાન નાગરિક મુસ્તફા અને રહીમ ઉલ્લાહની ધરપકડ કરી. રહીમ અને મુસ્તફાની પોલીસે પૂછપરછ કરી હતી અને મેથામ્ફેટામાઈન અને હેરોઈનના બાકીના કન્સાઈનમેન્ટ નોઈડા અને યુપીના લખનૌથી રિકવર કર્યા હતા.

ક્યાંથી આવતું હતું મેથામ્ફેટામાઈન ?

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, મેથેમ્ફેટામાઈન અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે ઈરાન અને પછી અસબ સાગર થઈને બાંગ્લાદેશ થઈને ચેન્નાઈ બંદરે લાવવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાન મેથાફેટામાઈન નામના ડ્ર્ગ્સનો નવો અડ્ડો બની ગયું છે. આ ડ્રગ્સને ચેન્નાઈથી લખનૌ અને પછી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લાવ્યા બાદ તેને હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં સપ્લાય કરવાની હતી.

Back to top button