દિલ્હી પોલીસે બ્રૃજ ભૂષણ સિંહ વિરુદ્ધ 2 FIR નોંધી, POCSO એક્ટ પણ લગાવી
દિલ્હી પોલીસે WFIના વડા અને બીજેપી નેતા બ્રૃજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના સંબંધમાં બે FIR નોંધી છે. સગીર કુસ્તીબાજની ફરિયાદ પર કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં પ્રથમ FIR નોંધવામાં આવી છે, જેમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO એક્ટ)ની પણ લગાવવામાં આવી છે.
દિલ્હી પોલીસે કહ્યું કે બીજી FIR પુખ્ત કુસ્તીબાજોની ફરિયાદ પર છે. બંને FIRમાં તપાસ ચાલી રહી છે. આ પહેલા દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું હતું કે ટૂંક સમયમાં યૌન ઉત્પીડનના મામલામાં FIR નોંધવામાં આવશે.
શું છે કુસ્તીબાજોની માંગ?
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ દિગ્ગજ કુસ્તીબાજ વિનેશ ફોગાટે કહ્યું હતું કે જ્યાં સુધી બ્રૃજ ભૂષણ સિંહને જેલમાં ન પહોંચાડાય ત્યાં સુધી અમે વિરોધ ચાલુ રાખીશું. તેમણે કહ્યું કે બ્રૃજ ભૂષણ જેલના સળિયા પાછળ હોવા જોઈએ અને તેમને હાલના તમામ પદો પરથી હટાવવા જોઈએ, નહીં તો તેઓ તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે.
#WATCH | Wrestlers' petition seeking registration of FIR against WFI president Brij Bhushan | "…Our protest will continue until he is sent to jail," says wrestler Bajrang Punia.
SG Tushar Mehta today apprised Supreme Court that the Delhi Police will register FIR by today… https://t.co/h8yp5wS5Xh pic.twitter.com/u2kMC593Ri
— ANI (@ANI) April 28, 2023
આ પણ વાંચોઃ ‘બ્રજ ભૂષણ સિંહ વિરુદ્ધ 40 કેસ, હું તમને યાદી આપીશ’- કપિલ સિબ્બલનું SCમાં નિવેદન
બીજી તરફ મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે જંતર-મંતર પર મીડિયાને કહ્યું કે આ જીત તરફનું પહેલું પગલું છે, પરંતુ જ્યાં સુધી બ્રૃજ ભૂષણ શરણ સિંહને જેલમાં નહીં મોકલવામાં આવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે. અમે સુપ્રીમ કોર્ટમાં અમારું નિવેદન નોંધીશું.
દેશના ઘણા જાણીતા કુસ્તીબાજો છેલ્લા કેટલાક દિવસોથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કુસ્તીબાજોએ એ પણ માગણી કરી છે કે સિંહ વિરુદ્ધ જાતીય સતામણી અને ધાકધમકી આપવાના આરોપોની તપાસ કરી રહેલી સમિતિના તારણો જાહેર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં કુસ્તીબાજોએ જંતર-મંતર પર ત્રણ દિવસ સુધી ધરણા કર્યા બાદ રમત મંત્રાલય દ્વારા આ સમિતિની રચના કરવામાં આવી હતી.
બ્રૃજ ભૂષણ શરણ સિંહનું નિવેદન
આ પછી બીજેપી સાંસદ અને WFI ચીફ બ્રૃજ ભૂષણ શરણ સિંહે કહ્યું કે હું ન્યાયતંત્રના નિર્ણયથી ખુશ છું. દિલ્હી પોલીસે તપાસ હાથ ધરી છે. આવી સ્થિતિમાં જો મારા સહકારની જરૂર પડશે તો હું તેના માટે તૈયાર છું. આ દેશમાં ન્યાયતંત્રથી મોટું કોઈ નથી, મારાથી પણ નહીં. સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. FIR લખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના કુસ્તીબાજોના પ્રદર્શનને રાજકીય પક્ષોનું સમર્થન પણ મળ્યું છે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી અને ડાબેરીઓ સહિત અનેક પક્ષોના નેતાઓએ વિરોધ સ્થળની મુલાકાત લઈને એકતા દર્શાવી હતી. TMC ચીફ અને મમતા બેનર્જીએ એક ટ્વિટમાં કહ્યું, “આપણે બધાએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોની સાથે ઊભા રહેવું જોઈએ. તેઓ એક અવાજે બોલી રહ્યા છે. આપણા ખેલાડીઓ આપણા દેશનું ગૌરવ છે. તેઓ ચેમ્પિયન છે. ગુનેગારો ગમે તે પક્ષના હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. ન્યાય મળવો જોઈએ. સત્યની જીત થવી જ જોઈએ.
કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રૃજભૂષણ શરણ સિંહ પર કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ જેથી આરોપીઓને કોણ બચાવી રહ્યું છે.