તારક મહેતાના સેટ પર પહોંચી દિલ્હી પોલીસ: 20 દિવસથી ગુમ થયેલા ‘સોઢી’ના કો-સ્ટાર્સની કરી પૂછપરછ
- ગુરુચરણ સિંહની આર્થિક સ્થિતિ વિશે પિતાને કોઈ જાણ ન હતી
- પોલીસે પ્રોડક્શન ટીમને અભિનેતાના બાકી પગાર વિશે પૂછ્યું
મુંબઈ, 13 મે 2024, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર એક્ટર ગુરુચરણ સિંહ છેલ્લા 20 દિવસથી ગાયબ છે. આ દરમિયાન દિલ્હી પોલીસે ‘તારક મહેતા…’ શોના સેટની મુલાકાત લીધી હતી. પોલીસે સેટ પર જઈને ગુરુચરણના સહ કલાકારોની પૂછપરછ કરી હતી. ગુરુચરણ સિંહ પાસે પૈસાની તંગી છે હવે તેના પિતાએ આ અંગે મૌન તોડ્યું છે.
કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર એક્ટર ગુરુચરણ સિંહ 20 દિવસથી ગાયબ છે. ગુરુચરણ ક્યાં ગાયબ થઈ ગયો. તેના અપહરણની અટકળો પર હાલ પોલીસ તપાસમાં લાગેલી છે તાજેતરમાં જ ગુરુચરણ ગુમ થવાના કેસને લઈને દિલ્હી પોલીસ મુંબઈમાં ‘તારક મહેતા’ શોના સેટ પર પહોંચી હતી. પ્રોડક્શન હેડ સોહેલ રામાણીએ કહ્યું કે સેટ પર પોલીસે ગુરુચરણની નજીકના સ્ટાર્સની પૂછપરછ કરી અને બધાએ સહકાર આપ્યો. પોલીસે પ્રોડક્શન ટીમને અભિનેતાના બાકી પગાર વિશે પણ પૂછ્યું, જેના પછી ખબર પડી કે ફી ચૂકવી દેવામાં આવી છે. હવે તેના પિતાએ ગુરુચરણની આર્થિક સ્થિતિ વિશે વાત કરી છે.
ગુરુચરણ સિંહની આર્થિક સ્થિતિ વિશે પિતાને કોઈ જાણ ન હતી
ગુરચરણ સિંહના પિતા હરગીતે કહ્યું કે મને મારા પુત્રની આર્થિક સ્થિતિ વિશે કોઈ ખ્યાલ નહોતો. તેણે મને આ વિશે કશું કહ્યું નહીં. તેથી મને આ વિશે ખબર નથી. મને ખાતરી છે કે જો પોલીસને કંઈપણ ખબર પડશે તો તેઓ મને ચોક્કસ કહેશે. મારી ઉંમર એવી છે કે મારી તબિયત સારી નથી. હવે ઘણા દિવસો વીતી ગયા છે અને આ કેસને લઈને કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. અમે ફક્ત તેના પરત આવવાની રાહ જોઈ રહ્યા છીએ.