ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પોલીસને ધમકી આપનારા આપના ધારાસભ્ય ખુદ ગાયબ થયાં, શોધવા માટે પોલીસે અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા

Text To Speech

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2025: દિલ્હી પોલીસની ટીમ પર હુમલાનું નેતૃત્વ કરવાના આરોપી ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ માટે દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલની ટીમો તેને શોધવામાં લાગી ગઈ છે. પોલીસે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં અમાનતુલ્લાહની ધરપકડ કરી લેવામાં આવશે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, એફઆઈઆર નોંધાયા બાદથી આરોપી અમાનતુલ્લાહ ખાનનો મોબાઈલ ફોન બંધ છે. તેના કારણે તેનું લોકેશન ટ્રેસ થતું નથી. પોલીસને શંકા છે કે, અમાનતુલ્લાહને છુપાવવામાં અમુક લોકો મદદ કરી રહ્યા છે.

અહીં ઉલ્લેખનિય છે કે, ઓખલા સીટથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન પર દિલ્હી પોલીસ ટીમ પર હુમલો કરવાની આગેવાની કરવા સહિત ધમકી આપવાના આરોપ છે. આ મામલામાં ભારતીય ન્યાય સંહિતાની તમામ કલમો અંતર્ગત ઓખલાના ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

હકીકતમાં જોઈએ તો, ક્રાઈમ બ્રાન્ચની ટીમ જામિયા વિસ્તારમાં વોન્ટેડ બદમાશ શાવેઝને પકડવા માટે ગઈ હતી. શાવેઝને ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધો. પણ ક્ષેત્રિય ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન પોતાના 20-25 સમર્થકો સાથે આવ્યા અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને ધમકાવા લાગ્યા. કહ્યું હતું કે તમારી અહીં આવવાની હિમ્મત કેવી રીતે થઈ?

પોલીસની ટીમે આરોપીને પકડવા માટે કાયદાનો હવાલો આપ્યો તો અમાનતુલ્લાહ ખાને કહ્યું કે, હું આવી પોલીસ અને કોર્ટ એકેયને નથી માનતો.

ત્યાર બાદ ક્ષેત્રિય ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને પોલીસને ધમકી આપી, આ અમારો વિસ્તાર છે. અહીંથી નીકળી જાઓ, નહીંતર જીવતા નીકળવાનું ભારે થઈ જશે.

અમાનતુલ્લાહ ખાને આગળ ધમકીમાં કહ્યું હતું કે, અમારા એક અવાજ પર એટલા લોકો ભેગા થઈ જશે કે તમને ખબર પણ નહીં પડે કે તમે ક્યાં ગયા.

અમાનતુલ્લાહ ખાને પોલીસકર્મીઓને ધમકી આપતા કહ્યું કે, હું તમારી વરદી ઉતરાવી દઈશ. મારા પર વધુ એક કેસ લગાવાથી કોઈ ફરક નહીં પડે. તમારુ અહીં જ કામ કરાવી નાખીશ અને કોઈ પુરાવા પણ નહીં મળે.

આ પણ વાંચો: મહાકુંભમાં માઘ પૂર્ણિમા પર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, 70 લાખ લોકોએ પવિત્ર સ્નાન કર્યું

Back to top button