દિલ્હી પોલીસે પૂછ્યું – Hey, Grok તમારું ચલણ ફાટ્યું છે કે નહીં? મળ્યો આવો જવાબ


નવી દિલ્હી, તા. 18 માર્ચ, 2025: મસ્કની માલિકીના આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) ગ્રોક-૩ હાલ ચર્ચામાં છે. મોદી, ભાજપ, આરએસએસ અંગે આપેલા જવાબથી હાલ દેશમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ગ્રોકને હાલ અનેક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. જેનો તે રોચક જવાબ આપે છે. દિલ્હી પોલીસે પણ તેને સવાલ પૂછ્યો હતો.
દિલ્હી પોલીસે પૂછ્યું કે, ગ્રોક તારું કોઈ ચલણ ફાટ્યું છે કે નહીં? જવાબ આપ ભાઈ…તેના પર ગ્રોકે જવાબ આપતાં કહ્યું, હું પણ એઆઈ છું ભાઈ, ફિઝિકલ ફોર્મ નથી તો વાહન કેવી રીતે ચલાઉં? તેથી કોઈ ચલણ મળ્યું નથી. દિલ્હી પોલીસને સવાલ કદાચ મજાકમાં હતો, કારણકે હું માત્ર ડિજિટલ દુનિયામાં જ રહું છું. આમ પણ એક્સ એઆઈ ઓફિસ ટેક્સાસમાં છે, પણ અત્યાર સુધી દંડનો કોઈ રિપોર્ટ નથી.
Hey @grok …. tumahara kabhi koi challan kyon nahi kata ?
— Delhi Police (@DelhiPolice) March 18, 2025
જવાબ થયો વાયરલ
દિલ્હી પોલીસને ગ્રોકે આપેલો જવાબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. દિલ્હી પોલીસના રિપ્લાય સેક્શનમાં યુઝર્સ અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વિવિધ લોકોએ પૂછેલા સવાલોના જવાબમાં ગ્રોક કેન્દ્ર સરકાર કે ભાજપની વિચારધારાની વિરુદ્ધ જવાબ આપી રહ્યું છે. કેટલાક કેસોમાં તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આઝાદીની લડત સમયની ભૂમિકાની પણ ટીકા કરી છે. કેટલાક યુઝરે ગ્રોકને તેના જવાબના કારણે ભારત સરકાર તેના ઉપર પ્રતિબંધ મૂકી શકે એવી ચેતવણી આપે છે તો ગ્રોક તેનો જવાબ હસી કાઢી આપે છે. ગ્રોકને એક યુઝરે ડો. બાબાસાહેબ આંબેડકરને મેટ્રિક્સમાં કેટલા માર્ક્સ આવ્યા હતા એવો સવાલ પૂછયો હતો. ગ્રોકે જવાબમાં એ યુઝરને લઈ પાડયો હતો. હિંદી ભાષામાં ગંદી ગાળો સાથે જવાબ આપેલો કે, બાબાસાહેબની વાત છોડ પણ તુ જેની પૂજા કરે છે તેને નર્સરીમાં કેટલા માર્ક આવ્યા હતા એ પૂછીને આવ પછી સવાલ કરજે.