ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નવા સ્ટેશનના ઉદ્દઘાટન બાદ PM મોદીની મેટ્રોમાં સેલ્ફી ડ્રાઈવ

Text To Speech

નવી દિલ્હી: વડાપ્રધાને દ્વારકા સેક્ટર-21 થી યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 સુધી એરપોર્ટ એક્સપ્રેસ લાઇન (મેટ્રો લાઇન)નું ઉદ્ઘાટન કર્યું હતું. નવું યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 અંડરગ્રાઉન્ડ સ્ટેશન ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 અને નવી દિલ્હી રેલ્વે સ્ટેશન જેવા શહેરના મહત્વના સ્થળો સાથે સીધું જોડાયેલું છે આ મેટ્રો સ્ટેશન.

લોકો મેટ્રો સ્ટેશનથી સીધા કન્વેન્શન સેન્ટર પહોંચી શકશે.

નવી દિલ્હીથી યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 સુધીની એરપોર્ટ એક્સપ્રેસ લાઇનની કુલ લંબાઈ 24.9 કિલોમીટર છે. આ સ્ટેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે લોકો મેટ્રોમાંથી નીચે ઉતરી શકશે અને સબવે દ્વારા સીધા યશોભૂમિ કન્વેન્શન સેન્ટરની અંદર પહોંચી શકશે. કન્વેન્શન સેન્ટરની સેવા આપવા ઉપરાંત, નવું સ્ટેશન દ્વારકાના સેક્ટર 25ની આસપાસના રહેવાસીઓને અને ગુરુગ્રામમાં દ્વારકા એક્સપ્રેસવે સાથેના નવા સેક્ટરોમાં પણ મેટ્રો કનેક્ટિવિટી પ્રદાન કરશે.

  • PM મોદીએ ઉદ્દઘાટન બાદ મેટ્રોની મુસાફરી દરમિયાન પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે સેલ્ફી પડાવી હતી.

પાર્કિંગની સુવિધા: યશોભૂમિ સંકુલના ગેટ નંબર 2 પાસે જાહેર જનતા માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે, જેનું સંચાલન યશોભૂમિ સ્ટાફ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: ‘દેશનું લોકપ્રિય નામ ભારત છે, તેથી જ…’, RSSના મનમોહન વૈદ્યએ પણ સનાતન ધર્મ પર નિવેદન આપ્યું

Back to top button